તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૫, રવિવાર
News of Monday, 20th January 2025
કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા એ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે બેઠક યોજી
ભાવનગર-સુરત રેલ કનેક્ટીવીટી, વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ તેમજ વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ બાબતે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યાં

ભાવનગર તા.૨૦ : ગ્રાહક, બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા એ આજરોજ પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના અધિકારીઓ સાથે ડી.આર.એમ. ઓફિસ ખાતે બેઠક કરી હતી. મુખ્યત્વે હાલ સુધી ક્યાં કામો પૂર્ણ થયાં છે, ક્યાં કામો પ્રગતિ પર છે અને ભવિષ્યમાં ક્યાં કામોનું આયોજન છે તે મુદ્દાઓ અંગે માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. ભાવનગર-સુરત રેલ કનેક્ટીવીટી, વંદે ભારત સુપર ફાસ્ટ એક્સપ્રેસ તેમજ વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ બાબતે ચર્ચા કરી જરૂરી સુચનો કર્યાં હતા.
આ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડ, ડી.આર.એમ. રવિશકુમારજી, એ.ડી.આર.એમ. હિમાંશુ શર્માજી, આઈ.આર.ટી.એસ. માશૂકભાઈ અહેમદ, પી. એસ. જાગૃતિબેન શિંગળા તેમજ વિવિધ વિભાગનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
