<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th January 2025

અમરેલી લેટર કાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય દ્વારા તપાસ શરૂ : પાટીદાર યુવતી પાયલ ગોટીનું નિવેદન લેવાયું

પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન, પંચનામા સ્થળની નિર્લિપ્ત રાય સહિતની ટીમે મુલાકાત લીધી

અમરેલી લેટર કાંડ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલના DIG નિર્લિપ્ત રાય દ્વારા તપાસ કરવામાં આવી છે. પાટીદાર યુવતી પાયલ ગોટીનું નિવેદન લેવાયું છે. ફરિયાદી તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાનું પણ નિવેદન લેવાયું છે. પોલીસે કરેલા રિકન્સ્ટ્રક્શન, પંચનામા સ્થળની નિર્લિપ્ત રાય સહિતની ટીમે મુલાકાત લીધી હતી. રિકન્સ્ટ્રશન, પંચનામું કરવા અગાઉના વીડિયોમાં દેખાતા LCB, સાયબર ક્રાઇમના અધિકારી અને કર્મચારીના નિવેદનની પ્રક્રિયા હાથ ધરી છે. નિર્લિપ્ત રાય આવતીકાલ સુધી સમગ્ર કેસની તપાસ કરશે.

(6:35 PM IST)