તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
ત્રણ લાખ રોકડા આપી જીવનસંગીની લાવ્યો, તો એક માસમાં રવાના થઇ ગઇ !
૪પ વર્ષની ઉંમરના, લગ્નોત્સુક યુવાનની વાત

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ, તા. ર૧: લગ્ન માટે તૈયાર થયેલા એક યુવાનને યોગ્ય પાત્ર મળતુ ન હતું. ત્રણ લાખ રૂા. આપી મનાતુ યોગ્ય પાત્ર લઇ આવ્યો પરંતુ એક માસમાં જ આ છોકરી પોતાના પતિનું ઘર છોડી જતી રહી લાચાર અને મજબુર બિચારો યુવાનો ફરી હતો તેમનો તેમ થઇ ગયો.સ્ત્રી પાત્ર મેળવવામાં યુવાન બરાબર ભેરવાય ગયો રૂા. ત્રણ લાખ પડી ગયા.
કોઇને ન કહી શકે અને ન સહી શકે તેવી છેતરપીંડીનો ભોગ બનેલા એક યુવાનની આ વાત છે. આ અંગેની કોઇ પોલીસ ફરીયાદ થયેલી નથી પરંતુ જે ઘટના બની છે તે સત્ય છે. લગ્ન ઇચ્છુક યુવાનો માટે લાલબતીરૂપ આ કિસ્સો છે.
વાત છે અહિંના એક યુવાનની આ યુવાનની ઉંમર લગભગ ૪પ વર્ષની છે. ઘણા સયમથી લગ્ન માટે કોઇ સારૂ ઠેકાણુ શોધતા હતા. પરંતુ કયાંય મેળ ખાતો ન હતો. પોતાની જ્ઞાતિમાંથી યોગ્ય પાત્ર શોધવા ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કયાંયે મેળ નહી પડતા આ માટે અન્ય જ્ઞાતિમાં નજર દોડાવી પરંતુ ત્યાં પણ કયાય મેળ પડતો ન હતો આમને આમ આ યુવાનની ઉંમર ૪પ ને આંબી ગઇ.
ગ્રામ્ય વિસ્તારનો સબંધકર્તા યુવાન લાંબા સમયથીસ્ત્રી પાત્ર શોધે છે તેવી ખબર પડતા નજીકના કહેવાતા એક દલાલ એક દિવસ આવ્યા અને અમદાવાદમાં પોતાના એક સબંધીની દિકરી હોવાની વાત કરી. આ દલાલે ઘણી વાત કરી પરંતુ ટીકીટ પણ લઇ આપી તો વધારામાં આ યુવતિએ પોતાના પતિ પાસે પાંચસો રૂા. માગ્યા અને આ યુવાને પાંચસો રૂા. આપી ટ્રેઇન આવતા ટ્રેઇનમાં બેસાડી ટ્રેઇન ઉપડતા ઘરે જવા રવાના થયો.
પોતાની પત્ની માવતરે ગયા પછી કોઇ ખબર નહી આવતા આ યુવાન ફોન ઉપર સંપર્ક કરવા પ્રયત્નો કર્યા, પરંતુ નંબર મળતા જ નહી આથી આ યુવાન પોતાની પત્નિને શોધવા માટે અમદાવાદ રૂબરૂ ગયો. એકતો આ યુવાન ગ્રામ્ય વિસ્તારનો, અમદાવાદનો સંપુર્ણ અજાણ્યો છતા પોતાની સાસરીનુ ઘર શોધી કાઢયુ પોતે તેણીને તેડવા આવ્યો હોવાનું જણાવ્યુ તો યુવતિએ કહયુ હજુ પોતે અહિ઼ થોડા દિવસ રહેવા માંગે છે. આ મુદે બન્ને વચ્ચે ઘણી લમણાઝંક થઇ પરંતુ યુવતિ એકના બે ના થઇ. આખરે વાત છુટા છેડા સુધી પહોંચી તો યુવતિ તુરંતજ સંમત થઇ ગઇ અને છુટાછેડા થઇ પણ ગયા. યુવાન હવે મુંજાણો હવે શું કરવુ ? અમદાવાદમાં કોણ ભાવ પુછે ? કોણ મદદ કરે ? બે-ચાર દિવસ આંટા મારી યુવાન પરત આવ્યો.
પરત આવ્યા પછી જે દલાલ મારફત આ વાત નકકી થઇ હતી તેને શોધીને આખી વાત કરી. દલાલે પણ પ્રયત્ન કર્યા પરંતુ કાઇ મેળ ખાધો નહી. હવે દલાલ કહે છે હુ શું કરૂ ? તમે કહોતો તમારા લાખ રૂા. જે મને આપ્યા છે તે પરત આપી દંઉ પરંતુ કયારે તે કાંઇ નકકી નથી. અને છેલ્લે
આખીયે વાતતો નિચોડ જોઇએ તો ૪પ વર્ષના લગ્નોત્સુક યુવાન ઘર કરવાની લાલચમાં રૂા. ૩ લાખમાં છેતરાયો ઇજજત અને પોલીસના લફરાથી બચવા આ યુવાને કોઇ ફરીયાદ પણ કરી નથી. તેમાં તેનો મુખ્ય મુદો એ હતો કે કુટુંબ સામાન્ય મજુરી કરતુ છે ગરીબ છે મા-બાપ નથી અને ભાઇ બહેન બેજ છે મજુરી કરતુ અને ખુબજ ગરીબ હોવાના કારણે તેને રૂા. આપવા પડે.
લાંબા સમયથી પરેશાન યુવાને પુછયુ કેટલા રૂા. આપવા પડે જવાબમાં સામેની વ્યકિતએ કહયુ પાંચ લાખ ઘણી ચર્ચાના અંતે પાંચ નહી પરંતુ ત્રણ લાખ રૂા. આપવાની વાત પાકી થઇ. એમાં એક લાખ રૂા. આ કહેવાતા હિતેચ્છુક દલાલને અને બે લાખ રૂા. સામેવાળા અમદાવાદની પાર્ટીને.
યુવાનને હાશકારો થયો હાશ હવે મેળ પડી જશે. એ પાકી વાત. આ સમયે યુવાન પાસે આટલા રૂા. રોકડા ન હતા. આથી ઉછી ઉધારા અને વ્યાજે લઇ ત્રણ લાખ આપવાના અને બીજા ખર્ચ માટેની થોડી રકમ ભેગી કરી નકકી થયા મુજબ બે-ચાર મિત્રો સાથે અમદાવાદ ગયા. બધી લેતીદેતી કરી કહેવાતી જીવન સાથી ને લઇ આ યુવાન આનંદ સાથે પરત આવ્યો.
આ યુવતિ પોતાના કહેવાતા સાસરિયાને ત્યાં આવી ગઇ. થોડા દિવસમાં ઘરના વાતાવરણમાં ગોઠવાય ગઇ ઘરનુ બધુ કામ, રસોઇ, માલ, ઢોરના વાસીદો બધુ કામ કરતી થઇ. યુવાનને થયુ કે હાશ હવે મારૂ લગન જીવન બરાબર ગોઠવાય ગયું.
આમને આમ એકાદ માસ થયો ત્યાં આ યુવતિએ પોતાના પિયર અમદાવાદ જવાનો વિચાર રજુ કર્યો અને ઘરના બધા સભ્યોએ આ વિચાર સાથે સંમતી પણ આપી. આથી એક દિવસ અમદાવાદ જવાનુ નકકી કર્યુ કે એકથી અમદાવાદ જતી ટ્રેઇનમાં બેસાડવા માટે આ યુવતીનો પતિ આવ્યો. કેશોદ થી અમદાવાદ સુધી પોતાના નશીબને દોષ દઇ ફરી પાછો પોતાના રોજીંદા જીવનમાં ગોઠવાય ગયો ઉછી ઉધારા અને વ્યાજે લીધેલા રૂા. કયાંથી કાઢવાતે મોટો પ્રશ્ન હવે ઉભો થયો છે.(૬.૧)
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
