<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

સોખડા ચોકડીએ વિદેશી દારૂ ભરેલી કાર સાથે મુળીલા-રાજકોટના બે પકડાયા

એલસીબી ઝોન-૧ના બી. વી. ચુડાસમા, ભરતભાઇ, મનરૂપગીરી અને ટીમે દબોચ્‍યાઃ જંગલેશ્વરના ફૈઝલ કાચબો અને સાજીદના નામ ખુલ્‍યા : સત્‍યજીતસિંહ, દિવ્‍યરાજસિંહ, રવિરાજભાઇની બાતમી

 

રાજકોટ તા. ૨૧: સોખડા ચોકડીથી બેડી ચોકડી જવાના રસ્‍તા પર એલસીબી ઝોન-૧ ટીમે જીજે૦૩એબી-૮૯૭૭ નંબરની સાન્‍ટ્રો કાર આંતરી તલાસી લેતાં અંદર વિદેશી દારૂનો જથ્‍થો ભર્યો હોઇ કાલાવડના મુળીલા અને રાજકોટના શખ્‍સને પકડી લીધા હતાં. જંગલેશ્વરના બે શખ્‍સના નામ ખુલ્‍યા હતાં.

એલસીબી ઝોન-૧ના સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરની બાતમી પરથી કારને આંતરી લઇ અંદરથી રૂા. ૬૬ હજારની દારૂની ૧૩૨ બોટલ કબ્‍જે કરી હતી. તેમજ કાર, ફોન, એક્‍ટીવા જીજે૦૩કેએફ-૭૦૨૩ મળી કુલ ૧,૪૬,૦૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પોલીસે મહિપાલસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા (ઉ.૨૪-રહે. મુળી તા. કાલાવડ, હાલ કેવલમ ક્‍વાર્ટર રાજકોટ) તથા શાબીર ઇકબાલભાઇ અબ્‍બાસી (ઉ.૩૫-રહે. ભગવતીપરા રિધ્‍ધી સિધ્‍ધી-૪)ને પકડી લીધા હતાં. દરોડો પડતાં બે શખ્‍સ જંગલેશ્વરનો સાજીદ રજાકભાઇ લીંગડીયા અને ફૈઝલ ઉર્ફ કાચબો યુનુસભાઇ ઠાસરીયા સ્‍વીફટ કારમાં હતાં તે ભાગી ગયા હતાં. મહિપાલસિંહ અગાઉ કાલાવડ, લોધીકા, યુનિવર્સિટી, ભક્‍તિનગર પોલીસમાં દારૂના પાંચ ગુનામાં અને શાબીર થોરાળામાં રાયોટીંગ-હત્‍યાની કોશિષના ગુનામાં સંડોવાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અનુસાર પીએઅસાઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, મનરૂપગીરી ગોસ્‍વામી, સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર સહિતે આ કામગીરી કરી હતી.

દારૂનો જથ્‍થો થાન તરફથી લાવવામાં આવ્‍યો હતો. સાન્‍ટ્રો કાર મહિપાલસિંહ ચલાવતો હતો. શાબીર આગળ એક્‍ટીવા પર હતો.

(11:11 AM IST)