<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

ઉછીના લીધેલા રૂપિયા પછી આપવાનું કહેતા ભેસાણના છોડવડીના યુવાનને કુહાડી મારી

માણાવદરમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્‍સો પકડાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૨૧  ભેંસાણ તાલુકાના છોડવડી ગામે રહેતા ૪૦ વર્ષના વિજય હરસુખભાઇ ગોંડલીયા નામના યુવાને અરુણભાઇ હંસરાજભાઇ ઠુંમર પાસેથી બે હજાર રૂપીયા ઉછીના લીધા હતા. જે રૂપીયાની અરુણે માંગણી કરતા યુવાન પાસે રૂપીયા ન હોય પછી આપી દેશે તવુ જણાવતા શખ્‍સે ઉશ્‍કેરાઇ જઇને ફરીને ડાબા હાથના કાંડામા એક કુહાડીનો ધા મારી દઇ ફરીને ડાબા હાથમા ઇજા પહોચાડી હોવાની ફરિયાદ થતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.જુગાર રમતા પકડાયા

માણાવદરમાં સ્‍ટેશન પ્‍લોટમાં લીમડાના ઝાડ પાસે ઓટા પર જાહેરમાં જુગાર રમી રહેલા હીરા વીરા જલુ, વિપુલ બચુ કુવરિયા, સબીર ઈસ્‍માઈલ સુમરા, વિજય ચંદુ પેથાણી, નિશાર હુસેન ઠેબાને પકડી પાડ્‍યા હતા પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા ૧૧,૦૯૦ની રોકડ રકમ કબજે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(2:28 PM IST)