<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st January 2025

બગસરા-અંબાજી એસ.ટી બસ ૨ કલાક મોડી ઉપડતા મુસાફરોનો હોબાળો

સમયસર બસ ઉપાડવા એસ.ટી. તંત્ર સમક્ષ માંગ

 ( સમીર વિરાણી દ્વારા)  બગસરા,તા.૨૧ :  બગસરા એસ ટી ડેપો માં અવાર નવાર બસો મોડી ઉપડવાં ની ફરિયાદો આવી રહેલ છે ત્‍યારે ગય કાલે બગસરા અંબાજી બે કલાક મોડી ઉપાડતા પેસેન્‍જરો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા હતા.

જેમાં લાંબા રૂટ ની બસ  મોડી ઉપાડતા કોય ને  દવાખાના ના કા મેં તો કોય ના નિયત સ્‍થળે થી અન્‍ય બસ પકડવાનો સમય બગડતા લોકો દ્વારા કહેવામાં આવેલ છે કે આવા બનાવો છાશવારે બનતા જોવા મળે છે તો  તંત્ર   એસ ટી નિગમ પાસે એક જ જવાબ હોય છે સ્‍ટાફની કમી છે

લોકોમાં માંગ ઉઠી છે કે સમય સર બસો ઉપાડે જેથી લોકો સમય સર નિયત સ્‍થળે પહોંચી શકે હાલ જાણવા મળતી માહિતી મુજબ ડ્રાઇવરને ૪૦૦ ત્ત્ળ દૂર રહેતો હોય જેથી રજા ઉપર હોય અને ઘરેથી પરત આવતો હોય જેથી તેમની બગસરા અંબાજીમાં નોકરી લખેલ જેથી સમયસર પહોંચી ન શકયો ન હોય આ બાબતે ડેપો મેનેજર તથા એટીઆઈ ની ઘોર બેદરકારી જોવા મળી છે આનો ભોગ પેસેન્‍જર બને છે બગસરા અંબાજી ૭ વાગે ઉપડતી બસ નવ વાગે ઉપડતા પેસેન્‍જર માં ઉગ્ર રોશ જોવા મળ્‍યો હતો. વિભાગીય નિયામકને પણ આવા પ્રશ્‍નને ગંભીરતા લઈ તાત્‍કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ તેવી લોક માંગણી ઉઠી છે.

(12:27 PM IST)