તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st January 2025
વિરપુરના ગેસ્ટહાઉસમાં બગસરા પંથકના યુવાનનો ઝેર પી આપઘાત
બેરોજગારીના કારણે આપઘાત કર્યાની સ્યુસાઇડ નોટ મળી

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર, તા. ર૧ : યાત્રાધામ વીરપુરમાં ગેસ્ટ હાઉસમાં તેજસ કાંતિભાઈ સગર નામના યુવકે ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
૪૫ વર્ષીય મળતક તેજસ કાંતિભાઈ સગર મળતક મૂળ અમરેલી જિલ્લાના બગસરા તાલુકાનો રહેવાસી છે તેણે આપઘાત કરતા પહેલા સુસાઇડ નોટ લખી છે.
સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે (ધંધો) બેરોજગારને કારણે આપઘાત કરું છું જોકે આ બનાવ અંગે વધુ તપાસ વીરપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશભાઈ ચૌહાણ કરી રહ્યા છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
