તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
ભુજ છતે પાણીએ તરસ્યું: નર્મદાની લાઇનમાં વારંવાર ભંગાણ
સરકારી તંત્ર અને સુધરાઈના સંકલનના અભાવે અઢી લાખ લોકો હેરાન પરેશાન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૨ : કર્મયોગી અને કામ કરતી સરકારના દાવાઓ વચ્ચે સ્થાનિક સ્તરે વહીવટમાં સંકલનના અભાવને કારણે લોક સમસ્યાઓ ઉકેલાતી ન હોવાના કિસ્સાઓ વચ્ચે જિલ્લા મથક ભુજમાં નર્મદાના છતે પાણીએ લોકોને તરસ્યા રહેવું પડે છે. એક બાજુ વડાપ્રધાનથી માંડી મુખ્યપ્રધાન સુધી કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું હોવાની યશગાથા કહેતા હોય છે બીજી બાજુ નર્મદાના પાણીની લાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા કાયમી હોય એમ ભુજમાં પાંચ પાંચ દિવસે તો અનેક વિસ્તારોમાં અઠવાડિયા સુધી પાણી વિતરણ ઠપ્પ રહે છે. હાલમાં જ રતનાલ પાસે નર્મદાની લાઈનમાં ભંગાણ પડતા રસ્તા ઉપર ઠેક ઠેકાણે પાણી વહી નીકળ્યા અને ભુજ તરસ્યું રહ્યું. પાંચ દિવસથી વધુ થયા પાણીનો પુરવઠો નિયમિત થયો નથી મરમ્મત નું કામ ચાલુ છે. નિયમિત ટ્યુબ વેલ કે અન્ય સોર્સ ની હાલત પણ દયનીય છે. પાણી માટે ખર્ચાતા લાખો રૂપિયા પાણીના જાય છે કે પછી ભ્રષ્ટાચારની ગંગામાં?
(4:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
