<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જામનગરમા સુભાષ બ્રિજ નીચે રંગમતી નાગમતી નદી ના પટ્ટમાં 98000 ચોરસ ફૂટ થી વધુ જગ્યા ખુલ્લી કરવા પોલીસ સાથે મળી મહાનગરપાલિકા દ્વારા ડિમોલીશન

કુલ બાર જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૨ :  શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદી ના પટ્ટમાં 98000 ચોરસ ફૂટ થી વધુ જગ્યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલીશન કામગીરી હાથ ધરી છે. 

      કુલ બાર જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે. 

        વહેલી સવારથી જ જામનગર શહેર ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા ઉપરાંત સીટી એ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના સ્ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ડિમોલેશન કામગીરી હાથ ધરી છે. (તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(10:55 AM IST)