<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે ભાવવંદના

લોહાણા સમાજ દ્વારા પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા. રર :.. આજે લોહાણા સમાજનાં ગૌરવ સમાં વિરદાદા જશરાજજીના શૌર્યદિન નિમિતે રઘુવંશી સમાજ દ્વારા ભાવવંદના કરવામાં આવી રહી છે.

વિરદાદા જશરાજજીનું પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

વેરાવળ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ : લોહાણા સમાજના ગૌરવ સમા વિરદાદા જશરાજજીનો શોર્યદીન તા.રર જાન્‍યુઆરી બુધવાર ના રોજ હોય જેને સ્‍મળતિ ચિન્‍હ તરીકે ઉજવવા જલ્‍યાણ ગ્રુપ દ્રારા જ્ઞાતિ સમુહ ભોજન સહીત પુજા વિધી નું આયોજન કરવામાં આવેલ છે

લોહાણા બોડશ્નગના વિશાળ પટાંગણમાં વિરદાદા જશરાજજી નગરનું નિર્માણ થશે. રઘુવંશી પરિવાર આ નાત જમણમાં એક સાથે એકજ સ્‍થળે અકજ સમયે તમામ વર્ગ સ્‍તરના અબાલ વળધ્‍ધ ગરીબ તવંગર રઘુવંશીઓ એક સાથે હરીહર કરશે તથા જય જલારામ જય વિરદાદા જશરાજ ના ગગનભેદી સામુહીક ઉદબોધન સાથે જેના અન્ન ભેગા તેના મનભેગા આ સુત્ર દીલથી સાર્થક કરશે

જલ્‍યાણ ગુપ ના ચેરમેન લોહાણા મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે ૨૦૦૭ થી છેલ્લા ૧૮ વર્ષ થી જલ્‍યાણ ગ્રુપ દ્વારા ભવ્‍ય રીતે પુણ્‍યતિથી નો કાર્યફમ યોજાય છે જેમાં વેરાવળ ભાલકા ભીડીયા સોમનાથ તેમજ તાલુકાના આજુ બાજુના લોહાણા જ્ઞાતિ પરીવારો જ્ઞાતિ ગંગાના દર્શન માટે ઉમટી પડે છે મોટી ઉમર (સીનીયર સીટીઝન) ભાઈઓ બહેનો માટે અઢીયા હોલ ના ગ્રાઉન્‍ડ માં ટેબલ ખુરશીનો વ્‍યવસ્‍થા રાખવામાં આવે છે જેને બહોળો પ્રતિસાદ મળી રહેલ છે.

તા.રર ના બુધવાર સાજે ૭ વાગ્‍યે દાદાને નિવેધ જુવારી ગુલાબી સાફો ચડાવી પુજન કરવામાં આવશે ત્‍યાર બાદ સાજે ૭ વાગ્‍યે સમુહ ભોજન પ્રસાદીનો પ્રારંભ થશે વડીલોના માર્ગદર્શન હેઠળ આ મેગા આયોજનને ક્ષતિશુન્‍ય બનાવી રહયા છે અને આ કળપાથી રઘુવંશી સમાજમાં ના આંગણે એકતાનો સુરજ ઉગશે સમગ્ર કાર્યફમ સફળ બનાવવા માટે જલ્‍યાણ ગુપ ના હોદેદારો કાર્યકરો તૈયારી પુર્ણ કરેલ છે.

(11:44 AM IST)