હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે ૨૦% વિદેશી કંપનીને સ્ટોલ ફાળવવાનો નિયમ હળવો કરો
આવા જડ નિયમથી આપણા પૈસે, આપણી મહેનતે યોજાતા પ્રદર્શનનો લાભ વિદેશી કંપનીઓ લઇ જાય છે : સ્કીમમાં ફેરફાર કરવા સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા. ૨૨ : સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇને પત્ર પાઠવી આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના દરજજામાં ફેરફાર કરવા રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યુ છે કે હાલની સ્કીમ મુજબ સ્ટોલની સંખ્યાના આધારે પ્રદર્શનનો દરજજો નકકી કરવામાં આવે છે. જેમાં આંતરરાષ્ટ્રીય પ્રદર્શનના દરજજા માટે ૨૦% વિદેશીઓના સ્ટોલ હોવા ફરજીયાત છે. આવા નિયમના કારણે આપણા સ્થાનિક ઉદ્યોગકારોને નુકશાન જાય છે. આવા જડ નિયમથી આપણી નિકાશ ઘટે છે અને આયાત વધે છે. આવી શરતના કારણે આપણા ઉદ્યોગોને ઘર આંગણે વિદેશી કંપનીઓ સાથે સ્પર્ધામાં ઉતરવું પડે છે. આપણા પૈસા, આપણી મહેનતથી યોજાતા પ્રદર્શનનો લાભ વિદેશી કંપનીઓ લઇ જાય તે કેટલે અંશે વ્યાજબી ગણાય?
આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં ૨૦% વિદેશી સ્ટોલ ફાળવવાની શરત તાત્કાલીક અસરથી હટાવી દેવા તેમજ તેની જગ્યાએ ૨૫ કે ૫૦ વિદેશી ગ્રાહકો આવેલા હોય તેને જ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનો દરજજો આપવામાં આવે તેવી વ્યવસ્થા લાગુ કરવી જોઇએ. તેમ પત્રના અંતમાં સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ પરાગ તેજુરાઅ જણાવ્યુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
