તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
વંથલી પાલિકામાં ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે ત્રીપાંખીયો ચૂંટણી જંગ જામશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. રરઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે ત્યારે સૌરાષ્ટ્રની જૂનાગઢ જિલ્લાની સતા પલટા માટે વગોવાયેલી અને પક્ષ પલટા માટે જાણીતી એવી વંથલી નગરપાલિકા માં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે કોંગ્રેસ ભાજપ સાથે આમ આદમીએ પણ ચુંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે આ વખતે આ ચુંટણીમાં ખરાખરી નો ખેલ જોવા મળશે તેવું શહેરીજનો જણાવી રહ્યા છે ગયા વખતની ચુંટણીની વાત કરીએ તો તે સમયે કોંગ્રસના ફાળે ૨૦ તેમજ ભાજપના ફાળે ૪ બેઠક આવી હતી જેમાં પ્રથમ અઢી વર્ષ કોંગ્રેસના શાસનમાં પ્રમુખ પદ માટે પુરુષ રહ્યા હતા ત્યાર બાદ કોંગ્રેસના ૧૦ અને ભાજપના ૪ સભ્યોના સહકારથી કોંગ્રસના મહિલા પ્રમુખપદ માટે રહ્યા હતા ત્યારબાદ પ્રમુખનું અવસાન થતાં ભાજપના ૨ સભ્યોએ પક્ષ પલટો કર્યો હતો અને કોંગ્રેસના ૧૫ સભ્યો સાથે મુદત પૂરી થતાં સુધી શાસન કર્યું હતું નગરપાલિકાની મુદત પૂરી થયા વહીવટી શાસન આવ્યું હતુ રાજકીય કાવદાવા અને ભ્રષ્ટાચાર ને કારણે બદનામ એવી વંથલી નગરપાલીકાનું શાસન મતદારો હવે કોના હાથમાં સત્તા સોંપશે તે જોવું રહ્યું
જ્યારે હાલના સમીકરણો જોતા વંથલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ રહ્યો હતો જ્યારે આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરતા જંગ રસાકસી પૂર્ણ રહેશે તે નિ?તિ છે આમ આદમી પાર્ટીના નેતા ઇરફાન શાહે જણાવ્યું હતું કે વંથલી નગરપાલિકા ચૂંટણીમાં લોકોની પસંદગીના ઉમેદવાર લોકહિત ને ધ્યાને રાખીને ચૂંટણી જંગ માં ઉતારવા નક્કી કરાયું હોવાનું જણાવ્યું હતું
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
