<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જૂનાગઢના જોષીપરાના શખ્‍સનું વારંવાર મહિલા પર દુષ્‍કર્મ

વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપ્‍યાની ફરિયાદ, ગણતરીની કલાકોમાં ધરપકડ

 (વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૨ : જૂનાગઢનાં જોષીપરાના શખ્‍સએ મહિલા પર દુષ્‍કર્મ આચરી વીડિયો વાયરલ કરવાની ધમકી દીધી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર જોષીપરા વિસ્‍તારમાં રહેતા પરિણીત મહિલા પર જોષીપરામાં નંદનવન મેઇન રોડ આદિત્‍ય શાક માર્કેટ સામે રહેતો ૩૭ વર્ષીય સિકંદર ઉર્ફે સિકલો સુલેમાન હાલાએ છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલાના ઘરે તેમજ અન્‍ય જગ્‍યાએ  દુષ્‍કર્મ આચર્યું હોવાની અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

મંગળવારે મહિલાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે બીએનએસની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

મહિલાની ફરિયાદના પગલે પીઆઈ પી. સી. સરવૈયાના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ. એન. કાતરીયાએ ત્‍વરિત તપાસ શરૂ કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લઇ મેડિકલ તપાસણી સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:44 PM IST)