તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટીની મુલાકાત

જુનાગઢઃ રાજ્યપાલશ્રી, આચાર્ય દેવવ્રતજીએ પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢની મુલાકાત લીધેલ. દરમ્યાન કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરનાં કુલપતિશ્રી ડો. એન. એચ. કેલાવાલા અન્ય કળષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમ્યાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ પશુ ઉછેર કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક અને વડા ડો. એમ.ડી. ઓડેદરા સાથે પશુ ઉછેર કેન્દ્ર ખાતે થતી વિવિધ સંશોધન, વિસ્તરણ અને શિક્ષણની પ્રવળતિઓ અંગે ચર્ચા કરી હતી. અંતે તેમણે ગીર ગાયની ઉત્પાદકતા વધારવા અંગે માર્ગદર્શન આપેલ તથા ગીર ગૌવંશની જાળવણી તથા સુધારણા કરવા બદલ પશુ ઉછેર કેન્દ્ર, કામધેનુ યુનિવર્સીટી, જૂનાગઢની કામગીરીની સરાહના કરી હતી
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
