<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

જામનગરમાં ૯૮૦૦૦ ચોરસ ફૂટ થી વધુ જગ્‍યા ખુલ્લી કરવા ડિમોલીશન

કુલ બાર જેટલા અનઅધિકળત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૨: શહેરના સુભાષ બ્રિજ નીચે આવેલ રંગમતી નાગમતી નદી ના પટ્ટમાં ૯૮૦૦૦ ચોરસ ફૂટ થી વધુ જગ્‍યા ખુલ્લી કરવા માટે પોલીસ સાથે મળી મહાનગરપાલિકાએ ડિમોલીશન કામગીરી હાથ ધરી છે.

કુલ બાર જેટલા અનઅધિકળત બાંધકામો તોડી પાડવા માટે જામનગરમાં ફરી એકવાર દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્‍યું છે. આવનારા સમયમાં રિવરફ્રન્‍ટ પ્રોજેક્‍ટને લઈને આ કામગીરી કરવામાં આવી રહી છે.

વહેલી સવારથી જ જામનગર શહેર ડીવાયએસપી જયવીર સિંહ ઝાલા ઉપરાંત સીટી એ ડિવિઝન અને એલસીબી એસઓજી સહિતના સ્‍ટાફ સાથે મહાનગરપાલિકાની એસ્‍ટેટ વિભાગની ડિમોલેશન કામગીરી હાથ ધરી છે. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:53 PM IST)