તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 22nd January 2025
દેવભુમી દ્વારકા જીલ્લામાં પાલિકાનો ચૂંટણી જંગઃ ૩ પાલિકામાં ૨ વર્ષથી વહિવટદારનું શાસન હતુ
દ્વારકા અને ભાણવડમાં ભાજપ અને સલાયામાં કોંગ્રેસ સતા ઉપર હતું

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૨૨ દ્વારકા જિલ્લામાં છ માંથી ત્રણ નગરગપાલિકાઓમાં બે વર્ષથી વહીવટદાર શાસન હતું જેમાં ચૂંટણી ઓ પણ થઇ છે. તે સલાયા, ભાણવડ, અને દ્વારકાનો સમાવેશ થાય છે.
દ્વારકામાં વર્ષોની ભાજપ જ પાલિકામાં સત્તા ધરાવતુંહતું જયારે સલાયામાં કોંગ્રેસ વર્ષોથી છે અને ભાણવડમાં ભાજપની પાલિકા હતી પણ તેમાં સુપરલીડ થતા પેટા ચૂંટણી થઇ હતી જેમાં ત્યાં કોંગ્રેસ આવી હતી. જયારે જામનગર જિલ્લામાં પણ ત્રણ પાલિકામાં ચૂંટણી છે. જેમાં જામજોધપુર, કાલાવડ તથા ધ્રોલ નો સમાવેશ થાય છે. જેમાં જામજોધપુર તથા કાલાવડમાં ભાજપને ચૂંટણી જીતવી સહેલી ગણાય છે. તો ધ્રોલમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે ભાડે ગયેલ વહીવટ અને ભાજપના પાયાના કાયક્રમોનીઅવગણનાથી આ પાલિકા જીતવી અઘરી ગણાય છે. તો ભાણવડ ન.પા. જે ભાજપ કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાનો વિસ્તાર હોય ભાજપ માટે આ પાલિકા જીતવા માટે મહત્વની ગણાય છે. તો કાલાવડ, જામજોધપુર અને ધ્રોલમાં અગાઉ પાલિકાઓ ભાજપની હતી.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
