<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ટાપુઓ ઉપર ૩ થી ૧૦ વર્ષ જુના દબાણ હતા

જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેની આગેવાનીમાં અનેક ટાપુઓ ઉપર ડિમોલીશન કામગીરી કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. રર :.. દ્વારકા જિલ્લાના દ્વારકા - બેટ વિસ્‍તારમાં ૭ર કરોડ ઉપરાંતના દબાણો હટાવાયા પછી દ્વારકા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસ તથા ફોરેસ્‍ટ વિભાગના સંયુકત ઓપરેશનમાં ગઇકાલે સાત નિર્જન ટાપુઓ પર ૩૬ દબાણો જયાં આલીશાન ધાર્મિક સ્‍થળો મસ્‍જીદો કોમર્શીયલ  બિલ્‍ડીંગ બનેલ તેને જમીન દોસ્‍ત કરાયા હતાં.

જે સાત ટાપુઓ પર દબાણો હટાવાયા  તે દબાણો ૩ થી ૪ વર્ષથી માંડીને ૧૦ વર્ષ જુના હોવાનું બહાર આવ્‍યું હતું. તથા આ તમામ બાંધકામો તોડી નાખવાની કામગીરી કરવામાં આવી હતી. ટાપુઓ પર વાહનો જઇ શકવા પણ મુશ્‍કેલ હોય ખાસ વહાણમાં જેસીબી હીટાચી મશીનો લઇ જઇને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

કડક પગલા દબાણકર્તાઓની તપાસ

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડેએ જણાવેલ કે જે આસામીઓએ દબાણો કર્યા હશે તેની સામે લેન્‍ડગ્રેબીંગ તથા ભારતીય ન્‍યાય સંહિતા મુજબની કાર્યવાહી પગલા પણ લેવામાં આવશે.

દ્વારકા જિલ્લામાં ર૩પ કિલો મીટર દરિયો આવેલો હોય તથા પાકિસ્‍તાન માત્ર ૮૦ નોટીકલ માઇલ દૂર હોય દરિયાઇ સુરક્ષા તથા આંતરિક આંતરરાષ્‍ટ્રીય સુરક્ષાની દ્રષ્‍ટિએ આ ખુબ મહત્‍વનો વિસ્‍તાર હોય  તાજેતરમાં બેટ ડિમોલેશન પછી આ ટાપુઓ પર પણ દબાણો હોવાનું માલુમ પડતા આ ડીમોલેશન થયું હતું.

દ્વારકા જિલ્લામાં ર૧ ટાપુ

 નિર્જન પ્રતિબંધિત છે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ર૩ ટાપુઓ આવેલા છે જેમાં બેટ-દ્વારકા તથા અજાડ ટાપુ માનવવસતિ વાળા છે. જયારે ર૧ ટાપુ નિર્જન છે તથા પ્રતિબંધિત છે કે જયાં લોકોને જવાની પણ મનાઇ છે.

તેવા ટાપુઓ પર ધાર્મિક સ્‍થાન અને કોમર્શીયલ બાંધકામ શા માટે ? જો નિર્જન ટાપુઓ પર પ્રતિબંધિત ટાપુઓ પર આવડા બાંધકામ થઇ જતાં હોય તો દેશની સુરક્ષા માટે ભયજનક બાંધકામ કે પ્રવૃત્તિ પણા થાય ને ? ૩ થી ૧૦ વર્ષ જુના બાંધકામ રાતોરાત બન્‍યા હતી. બનવા માટે મહીનાઓ લાગ્‍યા હશે તથા બોટોમાં માલ-સામાન મજૂરો કડીયા ત્‍યાં પહોંચાડયા હશે તે પણ તપાસનો વિષય છે.

પોલીસ ઊંડી તપાસ કરશે

જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે દ્વારા આ સાત ટાપુઓ કે જેમના નામો ખારા યુસણા, મીઠા યુસણા, શામ પાણી, ઘોટીયો, આશાળા, દબદબો, બેઘર છે ત્‍યાં ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શનમાં આ મોટું ડીમોલેશન કરાયું હતું. આ ઊંડી તપાસ કરીને ત્‍યાં માલ સામાન કોણે પહોંચાડેલો કોણે બાંધકામ કરાવેલું તે અંગે તથા આ કામના મદદગારો અંગે પણ ઊંડી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સાત ટાપુઓ પર દબાણ હટાવો કામગીરી થઇ તેવી પહેલા કયારેય થઇ નહતી.

ગૃહ રાજયમંત્રીએ વીડીયો વાયરલ કર્યા

ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એકસ પર ટવીટ કરીને પોલીસ દ્વારકાની કામગીરી બિરદાવીને ઝીરો ટોલટેન્‍સની ગુજરાત રાજયની નીતિ જાહેર કરી હતી.

(1:57 PM IST)