<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ઉપલેટામાં ક્રિકેટનો સટ્ટો રમાડતો કિશોર પકડાયોઃ એલસીબીનો દરોડો

સુરત, રાજકોટ અને ઉપલેટાના ત્રણ શખ્‍સોના નામ ખૂલ્‍યા તસ્‍વીરમાં પકડાયેલ શખ્‍સ નજરે પડે છે.

રાજકોટ, તા.૨૨: ઉપલેટામાં રૂરલ એલસીબીએ દરોડો પાડી ક્રિકેટનો સટ્ટો રમાડતા એક શખ્‍સને ઝડપી લીધો હતો. જ્‍યારે અજય ત્રણના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાય છે.

પોલીસ અધિક્ષક હિમકર સિંહ ગ્રામ્‍ય વિસ્‍તારમા ચાલી રહેલ ક્રકેટ સટ્ટાની પ્રવુતીઓ શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સપેક્‍ટર વી.વી.ઓડેદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્‍સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્‍સ કે.એમ.ચાવડા, પો.સબ.ઇન્‍સ શ્રી પી.એન.ટોટા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા એ દરમ્‍યાન પો.હેઙકોન્‍સ શક્‍તિસિંહ જાડેજા, અરવિંદસિંહ જાડેજા તથા કૌશીકભાઇ જોષી ને મળેલ સંયુક્‍ત હકીકત આધારે ઉપલેટા સ્‍વામીનારાયણ મંદીરની બાજુમા આવેલ રિધ્‍ધિ-સિધ્‍ધિ એપાર્ટમેન્‍ટ મા બ્‍લોક નંબર ૪૦૩ મા રેઇડ કરી હાલ મા ચાલી રહેલ બીગ-બેસ ૨૦-૨૦ સીરીઝ મા HBH તથા SYS ટીમો વચ્‍ચે ચાલી રહેલ ક્રિકેટ મેચ મા અલગ અલગ ગ્રાહકો સાથે રનફેરનો જુગાર (સટ્ટો) રમતા કીશોર ઉર્ફે સેટી લલીતભાઇ ડેડકીયા રહે. ઉપલેટા સ્‍વામીનારાયણ મંદીર ની બાજુમાં રીધ્‍ધી સિધ્‍ધી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.૪૦૩ મુળ રહે. કોલકી, તા.ઉપલેટાને ૭૨,૯૭૦ના જીતપાલસિંહને ઝડપી લીધો હતો.

પકડાયેલ કિશોરની પૂછતાછમાં જલારામ નામનો માણસ રહે. સુરત, દિવ્‍યેશ રહે. રાજકોટ, તથા કાના સોની રહે. ઉપલેટાનું જીલ્લા ત્રણેયની શોધખોળ હાથ ધરાઈ છે.

(2:07 PM IST)