<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

ધોરાજીમાં પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનઅધિકૃત ઇન્‍જેકશનનો જથ્‍થો પકડાયો

રૂરલ એલસીબીએ દરોડો પાડી રૂ.૮૫ લાખના ઇન્‍જેકશનના જથ્‍થા સાથે ફયાજ વાલોરીયાને ઝડપી લીધો

રાજકોટ તા. ૨૨ : ધોરાજીમાં રૂરલ એલસીબીએ દરોડો પાડી પશુઓ વધુ દૂધ આપે તે માટેના અનઅધિકૃત ઇન્‍જેકશનના જથ્‍થા સામે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ  જીલ્લામા  ગેર-કાયદેસરની પ્રવૃતીઓ થતી હોય તેને શોધી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય જે સુચના અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના. પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા  માર્ગદર્શન અને સુચના મુજબ એલ.સી.બી. ના. પો.સબ.ઇન્‍સ. કે.એમ.ચાવડા સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ. દિવ્‍યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઈ સાંબડા, હરેશભાઈ પરમારે સંયુક્‍ત બાતમી હકિકત આધારે ધોરાજી શહેર વિસ્‍તાર માંથી દુધાળા પશુઓ વધુ દુધ આપે તે માટે અનઅધિકૃત ઈન્‍જેક્‍શન (ઓક્‍શીટોશીન ઈન્‍જેક્‍શન) નો શંકાસ્‍પદ જથ્‍થા સાથે  (૧) ફયાઝ આરીફભાઈ વાલોરીયા મેમણ રહે. ધોરાજીને પકડી પાડી તેના કબ્‍જામાંથી  અનઅધિક્રુત રીતે લગાવવાના ઈન્‍જેક્‍શન ના નાના બોક્ષ નંગ ૧૩૪૩ કિ.રૂા. ૧,૩૪,૩૦૦ તથા  મોટા બોક્ષ નંગ ૩૧૬ કિ.રૂા. ૧,૫૧,૬૮૦ મળી કુલ  ૨,૮૫,૯૮૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એલસીબીના પો.સ.ઈ. પી.એન. ટોટા, એ.એસ.આઇ. બાલકૃષ્‍ણભાઈ ત્રીવેદી, અનીલભાઈ બળકોદીયા   પો.હેડ કોન્‍સ. દિવ્‍યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર, રાજુભાઇ સાંબડા, હરેશભાઈ પરમાર, શક્‍તીસીંહ જાડેજા, અરવિંદસીંહ જાડેજા, કૌશીકભાઈ જોશી તથા  પો.કોન્‍સ. અબ્‍દુલભાઈ શેખ જોડાયા હતા.

(2:09 PM IST)