<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd January 2025

કુંભમાં જવા મળ્‍યુ તો ધન્‍ય જીવન, સંજોગોવશાત ન મળ્‍યું તો જૂનાગઢનો શિવરાત્રી મહોત્‍સવ એ મીની કુંભ જ છે...

કુંભમાં દરેક હિન્‍દુએ જવુ જ જોઈએ અને ખાસ કરીને યુવાન યુવતીઓ માટે કુંભ મેળો જીવન દર્શન સમજવાનો અમુલ્‍ય અવસર છે. પરંતુ સિનીયર સીટીઝન કે શારીરીક સમસ્‍યા ધરાવતા લોકોએ આટલા દૂર કુંભમાં જવાની જરુર નથી અને તેનુ કારણ આ રહ્યું.

કુંભમાં જે સાધુઓ આવે છે, કુંભમાં જે દર્શન અને આધ્‍યાત્‍મ જોવા મળે છે, કુંભમાં જે સાધુતા અને વિવિધ સાધુ સંતોના દર્શન થાય છે તે તમામ સાધુઓ કુંભુ પુર્ણ થતા જ આપણાં ગરવી ગીરનારની તળેટીમાં ફરજીયાત આવી જાય છે.

આજ સાધુઓ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં હોય છે. આ જ સાધુઓ કુંભના મેળામાં હોય છે. એટલે જે તમે રેલ્‍વે કે પ્‍લેનની ટીકીટ નથી મેળવી શકતા તો અફસોસ ના કરતા, ટૂંક સમયમાં જ આ સાધુઓ તમને સ્‍વયંમ દર્શન અને આશિર્વાદર આપવા માટે જૂનાગઢ આવી રહ્યાં છે.

મારા બે દાયકાના પત્રકારત્‍વમાં મે શિવરાત્રીના અનેક મેળાઓ, રવેડીઓ અને રાવટીઓનુ રિપોર્ટીંગ કર્યું છે. અનેક સાધુઓને મળ્‍યો છું અને તેમના ટીવી માટે ઈન્‍ટર્વ્‍યુ પણ કર્યા છે. મોટા ભાગના સાધુઓ જે કૂંભમાં હોય છે તેઓ જૂનાગઢ અચુક આવે છે, કારણ કે જુનાગઢના શિવરાત્રી મહોત્‍સવનુ મહાત્‍ય પણ કુંભમેળા જેટલુ જ છે.

જૂનાગઢ અને કુંભમાં બીજો એક ફરક એ છે કે જૂનાગઢમાં તમને ભારતી આશ્રમ, શેરનાથ બાપુનો આશ્રમ, સત્તાધારની જગ્‍યા અને આપાગીગાના ઓટલાની રાવટી અને ભોજન શાળા,  અગ્ની અખાડા ઉદાસિન અખાડા, પ્રેરણાધામ જેવા અનેક સાધુઓના આશ્રમોમાં ભવ્‍યાતી ભવ્‍ય ભોજન , ભજન અને ઉતારાની સગવડતા મળે છે.

કુંભમેળામાં પણ ગુજરાતના મોટા આશ્રમો, જેમ કે બગદાણા ધામ, સત્તાધાર આશ્રમ, શેરનાથબાપુનો આશ્રમ, ઉષામૈયાનુ ભોજનાલય વગેરે કાર્યરત છે અને લાખો કરોડો લોકોને સાત્‍વિક ભોજન ભાવપુર્વક જમાડે છે.

પરંતુ જૂનાગઢમાં શિવરાત્રીમાં આ આશ્રમો ઉપરાંત ગુજરાતના નામાંકિત ભજનિકોના ઉતારા, ખોડિયાર મંડળ, ગોંડલના સેવાભાવી મીત્રોનુ મંડળ , સાવરકુંડલામાં કબિર આશ્રમ અને વિરલ રાઠોડના ઉતારા જેવા સેંકડો ઉતારાઓ લાખો શ્રધ્‍ધાળુઓને ઉત્તમ સ્‍વાદિષ્ટ ભોજન પીરસે છે અને સાથે સાથે ભજનનુ પણ આયોજન થાય છે.

એટલે સંજોગોવશાત, ટિકીટ નહી મળવાથી કે સ્‍વાસ્‍થ સંબંધી ઈશ્‍યુના કારણે જો તમે કુંભના મેળામાં ન જઈ શકો તો અફસોસ ના કરતા, જૂનાગઢ ભવનાથમાં મહાશિવરાત્રીમાં આવવાની તૈયારી ચાલુ કરી દો.

કુંભ  તો કુભ છે પરંતુ જો નથી જઈ શકાત તો ઈન્‍સ્‍ટાગ્રામ અને ફેસબુક પર વિડિયો જોઈ રાજી થાવ અને મહાદેવનુ ભજન કરો, પરંતુ જૂનાગઢ આચુક આવજો. આ તમામ સાધુઓ તમને ત્‍યાં પણ આત્‍યમિય રીતે મળશે અને જે પ્રકારના આશિર્વાદ જોઈએ તે આપશે, કોઈ અવળચંડો હશે તો તેને ચિપયાના આશિર્વાદ પણ મળશે, પરંતુ જૂનાગઢ જરુર આવજો.

કુંભ મેળો એ શિવરાત્રીના જૂનાગઢના મેળાનો મોટુ સ્‍વરુપ છે, બાકી બધુ લગભગ સમાન જ છે.

અમારા પરમ મિત્ર રામાણીભાઈ જે સુરતમાં રહે છે અને તેમણે કુંભના તમામ મહત્‍વના સાધુઓ અને જગ્‍યાઓના અદ્દભુત ફોટાઓ કેમેરામાં કન્‍ડાર્યા છે, જે અમારા વાચકો માટે રજુ કરીએ છીએ... 

અસ્‍તુ..જય ગીરનારી...સાધુ કેરો સંગડો.....કાયમ રહો....

આલેખનઃ  મહેન્‍દ્ર બગડા સાવરકુંડલા

(2:35 PM IST)