<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

કચ્‍છના ભચાઉ નજીક ટ્રેલરે બાઈકને હડફેટે લેતા પત્‍નીની નજર સામે પતિનું મોત, ૧૦ મહિનાના બાળકનો આબાદ બચાવ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૩ : કુદરતની ક્રૂરતા સાથે મારનાર કરતા બચાવનારની કળપા દર્શાવતો કરુણ કિસ્‍સો ભચાઉમાં અકસ્‍માત દરમ્‍યાન સામે આવ્‍યો છે. નેશનલ હાઇવે ઉપર વોંધ ગામ પાસે ટ્રેલરે બાઇકને હડફેટે લેતા પત્‍ની, માસૂમ પુત્ર સાથે બાઈક ચાલક હરેશ પાંચાભાઈ મકવાણાનું અરેરાટીભર્યું મોત નીપજ્‍યું હતું. પત્‍ની પાર્વતીબેન ની નજર સામે જ પતિનું મોત નીપજ્‍યું હતું. જ્‍યારે પાર્વતીબેનને અસ્‍થિભંગની ઇજાઓ થઈ હતી. આ અકસ્‍માતમાં માત્ર ૧૦ મહિનાના બાળક કિશનનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્‍માત અંગે ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે

(11:13 AM IST)