News of Thursday, 23rd January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી ઠંડીમાં વધારોઃ નલીયા ૯.૮ ડિગ્રી
મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડક વધુઃ પવનના જોરમાં સામાન્ય વધારો

રાજકોટ તા.૨૩: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આજથી ઠંડીના અસરમાં વધારો થયો છે. પવનનું જોર પણ થોડુ વધ્યુ છે. મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીની અસર વધુ અનુભવાય છે. આજે કચ્છના નલીયામાં ૯.૮, રાજકોટ ૧૨.૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ આજે સવારથી જુનાગઢ સહિત સોરઠમાં ઠંડો પવન ફૂંકાતા લોકો ઠુઠવાઈ ગયા હતા.
જુનાગઢ ખાતે રાત્રિનું તાપમાન ૧૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુત્તમ તાપમાન ૧૬.૯ ડિગ્રી નોંધાયું હતું. જેના પરિણામે ઠંડીથી લોકોને રાહત મળી હતી પરંતુ સવારથી ૮.૧ કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુકાવો શરૂ થતા સામાન્ય જનજીવન પર અસર થઈ હતી.
ઠંડા પવનના આક્રમણ થી વાતાવરણ બરફીલું થઈ ગયું હતું સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮% રહ્યું હતું.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. આજે ભાવનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૯% રહ્યું હતું. જયારે પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર- જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૪.૫, મહતમ તાપમાન ૨૭.૬, ભેજનું પ્રમાણ ૫૭%, પવનની ગતી ૫ કિ.મી. રહી હતી.(૨.૧૩)
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૪.૨ ડિગ્રી
અમરેલી ૧૪.૦ ડિગ્રી
બરોડા ૧૫.૪ ડિગ્રી
ભાવનગર ૧૬.૦ ડિગ્રી
ભુજ ૧૩.૪ ડિગ્રી
દમણ ૧૭.૪ ડિગ્રી
ડીસા ૧૩.૯ ડિગ્રી
દીવ ૧૬.૨ ડિગ્રી
દ્વારકા ૧૭.૦ ડિગ્રી
ગાંધીનગર ૧૧.૮ ડિગ્રી
જામનગર ૧૪.૫ ડિગ્રી
કંડલા ૧૬.૦ ડિગ્રી
નલિયા ૯.૮ ડિગ્રી
ઓખા ૧૯.૬ ડિગ્રી
પોરબંદર ૧૪.૭ ડિગ્રી
રાજકોટ ૧૨.૧ ડિગ્રી
સુરત ૧૭.૭ ડિગ્રી
વેરાવળ ૧૬.૭ ડિગ્રી
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
