<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા મામલતદારને આવેદન

(દીપક જાની દ્વારા) હળવદઃ તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં રૂપિયા ૨૫૦નો ભાવ વધારો કર્યો હોય જે ખેડૂતોને પરવડે તેમ ન હોય ત્‍યારે આ ભાવવધારો પરત ખેંચવા ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્‍યું છે. આવેદનમાં જણાવ્‍યું છે કે તાજેતરમાં સરકારે રાસાયણિક ખાતર એનપીકેની બેગમાં ઈં ૨૫૦નો ભાવ વધારો કર્યો છે. જુના ભાવમાં આ રાસાયણિક ખાતર ખેડૂતો માંડ માંડ ખરીદી શકે એમ છે. તેમાં પણ આ કમરતોડ ભાવ વધારો ખેડૂતોને પોસાઈ તેમ નથી. બીજી બાજુ કળષિ ઉપજના ભાવ દિવસેને દિવસે ઘટતા જાય છે. પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળતા નથી. ત્‍યારે આ ભાવ વધારો ખેડૂતોને પાયમાલ કરી નાખે તેમ છે.

(11:37 AM IST)