<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

શાપર-વેરાવળમાં કારખાનાની ઓફિસમાં જૂગાર રમતા રાજકોટના ર સહિત ૭ શખ્‍સો પકડાયા

રોકડ રૂા. ૧.પ૬ લાખ સહિત ૩૪.૯૬ લાખનો મુદામાલ કબ્‍જેઃ રૂરલ ક્રાઇમ બ્રાંચનો દરોડો

રાજકોટ તા. ર૩ :.. શાપર-વેરાવળમાં કારખાનાની ઓફીસમાં ચાલતા  જૂગારના હાટડા ઉપર રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જૂગાર રમતા રાજકોટના બે સહિત સાત શખ્‍સોને રૂા. ૩૪.૯૬ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં.

જીલ્લા પોલીસ હિમકરસિંહે દારૂ જૂગારની  પ્રવૃતિ નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને  એલ.સી.બી પોલીસ ઈન્‍સ  વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ.  એચ.સી.ગોહીલના તથા સ્‍ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન એ.એસ.આઇ. રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા,  રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ આરબ, પ્રકાશભાઇ પરમાર નાઓને મળેલ સંયુકત હકિકત આધારે શાપર (વે.) ઉર્જા ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામા આવેલ જય સરદાર એન્‍જીનીયરીંગ નામના કારખાનાની ઓફીસમાં જુગાર રમતો વેપાર રહે.શાપર ગામ, મેઈન બજાર રામજી મંદીર ની બાજુમાં તા.કોટડા સાંગાણી,  હાર્દિક  ભુપતભાઇ કાકડીયા વેપાર રહે. હાલ. ગ્રીન પાર્ક બાપા સીતારામ ચોક શેરી નં.૨ રાજકોટ,  દિપક મગનભાઈ વસાણી   નિવળત રહે. છઠ્ઠો માળ પાર્થ ટાવર ૧૫૦ ફુટ રીંગ રોડ ઇંદીરા સર્કલ પાસે, ગૌતમ  વિનોદભાઇ વોરા ધંધો.ઇલેકટ્રીક રહે. શાપર ગામ, વાછરા દાદના મંદીર પાસે, આદર્શ સોસાયટી રોડ તા.કોટડા સાંગાણી, રાઘવજી હરજીભાઇ ત્રાડા ,ખેતી રહે. નિકાવા ગામ, તા.કાલાવડ, વિપુલ  મનસુખભાઇ વોરા  પ્રાઇવેટ નોકરી રહે. શાપર ગામ પીપળીયા રોડ,  મુકેશભાઇ દિનેશભાઈ રાઠોડ મજુરી રહે. મોટાવડા ગામ, તા.લોધીકાને મુદામાલ રોકડ રૂપિયા ૧,૫૬,૦૦૦/- વાહન નંગ-૩ કી.રૂ.૩૨,૩૦,૦૦૦/-  મોબાઇલ ફોન નંગ-૭ કિ.રૂ. ૧,૧૦,૫૦૦/- મળી  કુલ  કિ.રૂ.૩૪,૯૬,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યા હતાં.

 આ કાર્યવાહી રૂરલ ક્રાઇમ બ્રાંચના  પોલીસ સબ ઇન્‍સ.  કે. એમ. ચાવડા, પી.એન.ટોટા તથા એ.એસ.આઇ. બાલકળષ્‍ણ ત્રિવેદી, અમીતસિંહ જાડેજા, તથા પો.હેડ કોન્‍સ. ધર્મેશભાઇ બાવળીયા, રસીકભાઇ જમોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, પો.કોન્‍સ. પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઈ મકવાણા તથા રજાકભાઇ બિલખીયા. વિગેરેએ કરી હતી.

(11:43 AM IST)