News of Thursday, 23rd January 2025
લગ્નની વર્ષગાંઠે જ પરિણીતા એ પતિ-પુત્રી ગુમાવ્યા
વાંકાનેરના હસનપર બ્રીજ પાસે કાળમુખા ટ્રકે બાઇકને ઉલાળતાં દવેરી ગામના મયુર પરબતાણી અને પાંચ વર્ષની દિકરી પ્રીતિના મોતઃ માસુમ દિકરીનું ઘટના સ્થળે અને પિતાનું રાજકોટમાં મૃત્યુઃ ભાવુબેન પરબતાણી સારવારમાં: ૧ વર્ષની દિકરીનો ચમત્કારીક બચાવ : ગઇકાલે મેરેજ એનીવર્સરી હોઇ ૨૩ વર્ષિય મયુર અને પત્નિ ભાવુ સાસુના ઘરે પગે લાગી બે દિકરીઓ સાથે પરત ફરી રહ્યા હતાં ત્યારે કરૂણ ઘટના

રાજકોટ સારવારમાં રહેલી ભાવુબેન મયુરભાઇ પરબતાણી
(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા., ર૩: વાંકાનેરના હસનપર ઓવરબ્રીજ પાસે લગ્ન દિવસે જ પતિ મયુરભાઇ રમેશભાઇ પરબતાણી અને પુત્રી પ્રિતીનું મૃત્યુ થતા પરીણીતા સહીત પરીવારમાં ઘેરો શોક છવાયો છે. લગ્ન દિવસ હોવાથી માતા રેખાબેન રાજુભાઇના ઘરેથી મળીને પરત આવતી વખતે આ દુર્ઘટના સર્જાઇ હતી. મૃતક ર ભાઇ અને એક બેનમાં બીજા નંબરના હતા.
વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે બાઇકમાં પસાર થતાં રાતીદેવરી ગામના પરિવારનું બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇકમાં સવાર પાંચ વર્ષીય માસુમ બાળકીનું મોત થયું હતું, જ્યારે માતા-પિતા અને એક બાળકી એમ કુલ ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર હસનપર ઓવરબ્રીજ પાસે આજરોજ સાંજે સાત વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતા રાતીદેવરી ગામના વતની પરિવારને અકસ્માત નડયો હતો, જેમાં બાઇક આગળ જતા ટ્રક પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રિતિ મયુરભાઈ નામની પાંચ વર્ષીય માસુમ બાળકીનું મોત થયું હતું, જ્યારે તેના પિતા મયુરભાઈ રમેશભાઈ પરબતાણીનું રાજકોટમાં મોત થયું હતું. માતા ભાવુબેન મયુરભાઈ અને હેમાંશી મયુરભાઈ નામની બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
