તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
હળવદના મિયાણી ગામે વીજ ચેકીંગ ટીમ સાથે ઘર્ષણઃ ૪ સામે ગુનો દાખલ

હળવદ તા.૨૩: મિયાણી ગામે આજે વીજ ચેકીંગ દરમિયાન વીજ કર્મીઓ અને એસઆરપી જવાન સાથે સ્થાનિક લોકોનું ઘર્ષણ થયું હતું.
હળવદ પોલીસ મથકે નિલેષભાઈ જાદવભાઈ ખેતરપાલ રહે. ખંભાળીયા વાળા વીજ કર્મચારીએ પ્રકાશ રણછોડભાઈ રંભાણી તથા ચતુર માંડણભાઇ રંભાણી, એક અજાણ્યો પુરૂષ અને એક અજાણી મહિલા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે તેઓ સરકારી કામ અર્થે વીજ ચેકીંગમા ગયા હતા. જ્યાં આરોપીના ઘરે વીજળીની ગેરરીતી જણાતા ઘર માલિક અને અન્ય આરોપીઓએ બોલાચાલી કરી અને ગાળો આપી ઘરમાંથી બહાર નીકળી જા નહિતર મજા નહિ આવે તેમ ધમકી આપી હતી. વધુમાં શેરીમાં હતા ત્યારે વીજ ચેકીંગ બાબતે એક અજાણ્યા વ્યક્તિએ હાથમાં ધોકો લઇ આવી તથા અજાણી મહિલાએ બોલાચાલી કરી હતી. આ ફરિયાદના આધારે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
