<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

પોરબંદરની સરકારી હોસ્‍પિટલમાં સારવાર લેતા દર્દીઓની સુવિધામાં વધારો કરવા માંગણી

રેડક્રોસ સોસાયટી તાલુકા પ્રમુખ રામદેવભાઇ મોઢવાડિયાએ સરકારી હોસ્‍પિટલમાં દર્દીઓના ખબર ખંતર પુછીને મુશ્‍કેલીઓ જાણી

પોરબંદર, તા. ર૩ :  જુદા જુદા પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવળત્તિ કરતી સંસ્‍થા ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટીના  તાલુકા શાખાના ચેરમેને સરકારી ભાવસિંહજી હોસ્‍પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓના ખબર અંતર પૂછયા હતા

ઇન્‍ડીયન રેડ ક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્‍ચ ના ચેરમેન અને ગરીબ દર્દી ઓ ના મસીહા  રામદેવ ભાઈ મોઢવાડિયાએ  ભાવસિંહજી હોસ્‍પિટલ ની મુલાકાત કરેલ ત્‍યાં દર્દી ને રૂબરૂ મળી તેમની તબિયત ની માહિતી મેળવી હતી. તેમના ખબર અંતર પૂછીયા હતા અને વહેલી તકે તેઓ સ્‍વસ્‍થ થઈ જાય તેવી શુભેચ્‍છાઓ પાઠવી હતી દર્દીઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે અગવડતા ભોગવવી પડતી હોય તો જણાવવા રામદેવભાઇએ કહ્યું હતું અને દર્દીઓની નાની મોટી સમસ્‍યાઓના નિરાકરણ માટે રજૂઆતો થઈ હતી. રામદેવભાઈ મોઢવાડિયા એ પણ દર્દીઓની પીડાને સમજીને તેમના પ્રશ્‍નોના નિરાકરણ માટે હોસ્‍પિટલના તંત્રને જરૂરી સુવિધા માટે સુચના આપેલ હતી તેથી દર્દી ઓએ શ્રી રામદેવ ભાઈનો  આભાર માનેલ હતો.

(12:18 PM IST)