<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

રાજુલાના ઉંટીયા ગામે બે કુટુંબીઓ વચ્‍ચે મારામારી

અમરેલી તા. ર૩: રાજુલા તાલુકાના ઉંટીયા ગામે રમેશભાઈ ભાણાભાઈ પરમારનાવિસ્‍તારના લોકોએ૨મેશ ઉકાભાઈ પરમાર વિરુધ્‍ધ ફરિયાદ કરેલ હોય. જેમન દુઃખ રાખી રમેશ ઉકાભાઈ, હેતલબેન રમેશભાઈ, ઉકામાયાભાઈ, જયાબેન ઉકાભાઈ પરમારે રહેણાંક મકાનમાં ઙ્કવેશ કરી રમેશે રમેશભાઈ ભાણાભાઈ પરમારનેડાબા હાથના આંગળી ઉપર છરી વડે મારમારી હેતલબેને ધીરૂભાઈને માથામાં લાકડું મારી ઉકા માયાભાઈએ લાકડી લઈ આવી જયાબેને પાઈપ વડે રાજીબેનને ડાબા હાથના પોચા ઉપર મારમારી ચંપાબેનને મુંઢમાર મારી ગાળો બોલી રમેશ ઉકાભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કર્યાની ડુંગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે રમેશ ઉકાભાઈ પરમારે રમેશ ભાણાભાઈ, ધીરૂભાઈ પરમાર,ખીમા કાનાભાઈ,કેશા ચકાભાઈ પરમારે ગાળો બોલી લાકડી અને ઢીકાપાટું વડે મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ડુંગર પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બલાણા ગામે યુવાન ઉપર હુમલો

જાફરાબાદ તાલુકાનાબલાણા ગામે મુકેશભાઈ લાખાભાઈ છેલાણા ઉ.વ.૩૩ પોતાના વાડામાં બેઠા હોય.ત્‍યારે તેના કુટુંબી રામ રાણાભાઈ,ભુપત રાણાભાઈ છેલાણા ત્‍યાં આવી આરોપીની ભાણકીની નવોદયની પરીક્ષાની અરજી અંગેનું મનદુઃખ રાખી રામ રાણાભાઈએ મુકેશભાઈને  ડાબા પગના નળામાં પાઈપ મારી મુંઢ ઈજા કરી ભુપતે ગડદાપાટુંનો મુંઢમાર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની જાફરાબાદ મરીનપોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(12:22 PM IST)