News of Thursday, 23rd January 2025
સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના આંગણે લગ્નોત્સવમાં મહાનુભાવોની ઉપસ્થિતિ

વેરાવળ-પ્રભાસપાટણઃ સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પરિવારમાં યોજાયેલ લગ્નોત્સવ રીસીપ્શનમાં સુરીલી શરણાઇ, સંગીતમય વાતાવરણ અને હેતભર્યા આવકાર સાથે યોજાયેલ રીસીપ્શનમાં ગીર સોમનાથ જીલ્લા કલેકટર દિગ્વીજયસિંહજી, જીલ્લા પોલિસ વડા મનોહરસિંહ જાડેજા સોમનાથ ટ્રસ્ટ સચિવ-રાજયસરકાર ઓ.એસ.ડી.યોગેન્દ્ર દેસાઇ, ગોંડલ મહારાજા હિમાંશુસિંહજી, સોમનાથ ટ્રસ્ટી પ્રવિણ લહેરી, ડીસ્ટ્રીકટ સેસન્સ પી.એસ. ગઢવી વેરાવળ ખારવા સમાજ અગ્રણી જીતુભાઇ કુહાડા, સી.એમ.ઓ.એસ.ડી. વ્યાસ સાગર ફાઉન્ડેશનની ટીમ તુલસી ગોહેલ, લખમ ભેંસલા સહિત સોમનાથ સંસ્કૃત યુનિર્વસિટી અધિકારીઓ પ્રાધ્યાપકો પંકજ રાવલ સહિત કથાકારો મહાદેવપ્રસાદ મહેતા, રમેશભાઇ ઓઝાના પ્રતિનિધીઓ, કથાકાર શરદ વ્યાસ ના પ્રતિનિધી તરીકે તેમના કથાકાર સુપુત્ર રાજકોટના યોગેશ પુજારા, ભાજપના ઝવેરી ઠકરાર, માનસિંહ પરમાર, હાસ્યકલાકાર જીતુભાઇ દ્વારકાવાળા સર્વેએ નવદંપતિને શુભેચ્છા અને આર્શીવાદ પાઠવ્યા હતા વિજયસિંહ ચાવડાએ સહયોગી ટ્રસ્ટ અધિકારીઓનો આભાર માન્યો- સોૈ સ્નેહભોજન યોજાયું હતું.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
