તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
બેટ-દ્વારકામાં એ જગ્યા વકફ બોર્ડની ન હોવાનું ખુલ્યુ
પાકી કમ્પાઉન્ડ વોલ અને ગેરકાયદે બાંધકામો કરી દીધા હતાઃ પ્રાંત અધિકારી અમોલ આવટે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર૩ :.. બેટ-દ્વારકામાં બેટના ચોકકસ વિસ્તારમાં આવેલી કબ્રસ્તાનની જમીન અંગે વકફ બોર્ડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાંથી તોડી પાડવા સામે સ્ટેટસ કવો લેવામાં આવેલ જેના સંદર્થમાં ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ ગુજરાત સરકારના વતી એડવોકેટ જી. એચ. વિર્ક દ્વારા ખુબ જ ચોંકાવનારી દલીલો સાથે આધારો રજૂ કરાયા હતાં.
દ્વારકા પ્રાંત અધિકારી શ્રી અમોલ આવટે એ જણાવેલ કે જે જગ્યા પર વકફ બોર્ડ દ્વારા દાવો કરાયો છે તે જગ્યા વકફ બોર્ડની છે જ નહીં ટ્રસ્ટના પી. ટી. આર. માં આવી જગ્યાનો કોઇ ઉલ્લેખ જ નથી બીજું કે જગ્યાનો હેતુ કબ્રસ્તાન માટેનો છે ત્યાં મુસ્લીમો મૃત્યુ પામે ત્યારે કબર બનાવી શકાય પણ ત્યાં માદરેસા પાકી કમ્પાઉન્ડ વોલ તથા અન્ય બાંધકામો થયા છે જે ગેર કાયદેસર છે.
સાત બાંધકામો મંજૂરી વગરના
વકફ બોર્ડ જેના પર પોતાની જગ્યા હોવાનો દાવો કરે છે તે જગ્યા અઢી ત્રણ હજાર મીટરની છે જેના પર જૂદા જુદા સ્થળે ગૌચર ત્થા સરકારી ખરાબાની જમીનોમાં સાત બાંધકામો થયેલા છે. જેમાં એકપણ બાંધકામ માટે સ્થાનિક પાલિકા તંત્રની કંઇ મંજૂરી લેવામાં આવી નથી. આ જગ્યાઓમાં હથિયારો તથા ડ્રગ્સ છૂપાવવા ઉપયોગ થતો હોય તેમ અનેક કેસો પણ થયેલા છે તથા આ જગ્યા સાથે સંકળાયેલા વ્યકિતઓ પર હથિયારોના કેસો પણ થયેલા છે. ચૌદ જેટલી પોલીસ ફરીયાદો પણ ભુતકાળમાં થયેલી હતી.
૪-ર-રપના હાઇકોર્ટમાં સુનાવણી
વકફ બોર્ડ દ્વારા બેટ દ્વારકામાં તેમની કહેવાતી જગ્યાઓ પર ડીમોલીશન ના કરવાના સંદર્ભમાં સ્ટે લેવાયેલો જેની સુનાવણીમાં ગુજરાત સરકાર તરફથી તેમના વકીલ દ્વારા આધાર પુરાવા સાથે વિસ્તૃત દલીલો કરવામાં આવી હતી. જે પછી ૪-ર-રપના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.
સંવેદનશીલ વિસ્તારમાં દબાણો ચાલે જ નહિ !!
પ્રાંત અધિકારી દ્વારકા અમોલ આવટેએ જણાવેલ કે બેટ દ્વારા અત્યંત સંવેદનશીલ વિસ્તાર ભારતીય સુરક્ષાની દ્રષ્ટિએ ત્યાંથી પાકિસ્તાન ૮૦ નોટીકલ માઇલ જ દુર હોય નિર્જન ટાપુઓ તથા બે દ્વારકા જેવા સ્થળે સરકારી ગૌચરની જમીનો પર આવી રીતે વ્યાપક દબાણો એ રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર હોય સંવેદનશીલ વિસ્તારોમાં સરકારી ખરાબા કે ગૌચરમાં જમીન દબાણ ચાલે જ નહિ તેમ જણાવીને જમીન દબાણો હટાવાવા અંગે જણાવ્યું હતું.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
