<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ર.૪૩ કરોડની છેતરપીંડીમાં જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા બંને શખ્‍સોના રિમાન્‍ડની તજવીજ

મનીષ મોહનલાલ કારીયા અને સંજય ઉર્ફે સંજુ મકનભાઇ ભંડારીની પુછપરછ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ર૩:  જૂનાગઢ રેન્‍જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તેમજ ઈ.પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં બનતા વણશોધાયેલ ગુન્‍હાઓ શોધી કાઢવા અને આવા ગુન્‍હાઓ બનતા અટકાવવા તેમજ છેતરપીંડી તથા વિશ્વાતઘાત જેવી પ્રવળત્તિ ક૨તાં ઇસમોને પકડી પાડવા સુચના આપેલ હતી. જે દરમ્‍યાન બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે દાખલ થયેલ. ગુ.૨.નં.૧૧૨૦૩૦૨૪ ૨૪૦૯૫૦/૨૦૨૪ ના કામે ફરીયાદી તથા ભોગ બનનાર સાથે પુજન ઇન્‍ફા નામની પેઢી દ્વારા રુ. બે કરોડ તેતાલીસ લાખની છેતરપીંડી તથા વિશ્વાતઘાત કરી આરોપી મનીષ કારીયા તથા સંજય ભંડારી રહે.જુનાગઢ વાળા નાસી ગયેલ હોય જે અન્‍વયે આરોપીને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્‍ચ પો.ઇન્‍સ. જે.જે.પટેલ તથા બી ડીવીઝન પોલીસ સ્‍ટેશન પો.ઇન્‍સ.શ્રી પી.સી.સરવૈયા દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હોય જેમા આરોપીઓની મહારાષ્‍ટ્ર, કર્ણાટક, કેરાલા, ગોવા, રાજસ્‍થાન તેમજ દિલ્‍હી ખાતે હોવાની હકીકત આધારે અલગ અલગ જગ્‍યાએ તપાસ ક૨વામા આવેલ હતી જે દ૨મ્‍યાન ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઈન્‍સ.જે.જે.પટેલ સા.ની સુચના તથા માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્‍ચના પો.સબ.ઇન્‍સ. ડી.કે.ઝાલા તથા વાય.પી.હડીયા તથા પો.સ્‍ટાફના માણસો કાર્ય૨ત હોય દ૨મ્‍યાન પો.કોન્‍સ. દિવ્‍યેશકુમાર ડાભી નાઓને ચોડક્‍સ હકિકત મળેલ કે, આરોપી મનીષ કારીયા તથા સંજય ભંડારી રહે.જુનાગઢ વાળા હાલ રાજસ્‍થાન રાજ્‍યના કોટા ખાતે હોય જે હકીકત આધારે ભવનાથ પો.સ્‍ટે.ના પો. ઇન્‍સ. આર.કે.પરમાર તથા ક્રાઈમ બ્રાન્‍ચની ટીમને રાજસ્‍થાન ખાતે રવાના કરી જીણવટભરી તપાસ કરી પોલીસની ઓળખ છતી ના થાય તે રીતે વેશ પલટો કરી ટુવ્‍હીલ ભાડે રાખી અલગ અલગ જગ્‍યાએ ચેક ક૨તા ઉપરોકત બન્ને આરોપી હાજર મળી આવતા આરોપીને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી ક૨વામા આવેલ છે.

  મનીષ મોહનલાલ કારીયા, ઉવ.૪૦ ધંધો, બાંધકામ ૨હે. જુનાગઢ ચોબારી રોડ, આદિત્‍ય એવન્‍યુપાર્ક સોસાયટી બ્‍લોક નં.૦૯,  સંજય ઉર્ફે સંજુ મકનભાઈ ભંડારી ઉવ.૨૬ ધંધો. પ્રા. નોકરી રહે. હાલ - જુનાગઢ ચોબારી રોડ, આદિત્‍ય એવન્‍યુપાર્ક સોસાયટી બ્‍લોક નં.૦૯, મુળ વતન - નાગો ગામ, તા. ઉમરાવ જી. વલસાડના રિમાન્‍ડની તજવીજ હાથ ધરી છે.

આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ.શ્રી જે.જે.પટેલ તથા ભવનાથ પો.સ્‍ટે.ના પો.ઈન્‍સ. આર.કે.પરમાર તથા ક્રાઈમ બ્રાન્‍ચના એ.એસ.આઈ. નીકુલ પટેલ તથા પો.કોન્‍સ. દિવ્‍યેશકુમાર ડાભી, દિપકભાઈ ચૌહાણ તથા ડ્રા.પો.કોન્‍સ. વરજાંગભાઈ બોરીચાએ કરી છે.

(2:14 PM IST)