<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

ધ્રોલ નગર પાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ વચ્‍ચે જંગ જામશે

અન્‍ય સ્‍થાનીક સામાજીક સંગઠનો તથા પક્ષના આગેવાનો પણ ચૂંટણી જંગમાં ઝુકાવશે

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ, તા.૨૩: સ્‍થાનીક સ્‍વરાજની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં સમયબાટ શરૂ  થઈ ગયેલ છે. ધ્રોલ ખાતે નગર પાલીકાનો વહીવટ છેલ્લા બે વર્ષથી વહીવટદાર શાખાથી ચાલી રહેલ છે. ત્‍યારે આ બે વર્ષમાં ત્રણથી ચાર જેટલા ચીફ ઓફિસરોની રાજકીય આગેવાનોની ખેંચતાણને કારણે બદલથામાં આવેલ છે. તેમજ ધણાં સમય સુધી ચીફ ઓફીસરની પોસ્‍ટ ખાલી રહયા બાદ છેલ્લા બે એક માળથી ચીફ ઓફીસરની નીમણૂંક કરવામાં આવેલ છે. ત્‍યારે છેલ્લા બે વર્ષથી પ્રજાકીય પ્રશ્‍નોના ઉકેલની દીશામાં કોઈ જ નકકર કામગીરી હાથ ધરવામાં આવેલ નથી.

આ અગાઉ ધ્રોલ નગરપાલીકામાં પાંચ વર્ષ સુધી ભાજપ..નું એક ચક્રી શાસન હતું. જેમાં ભાજપની ૨૪ બેઠકો કોંગ્રેસની ૩ બેઠકો અને એક બેઠક (હાથ-અપક્ષ)ને  ફાળે ગયેલ હતી.

ધ્રોલ ખાતે આ ચૂંટલીમાં ભાજપ, કોંગ્રેસ બને આપ તરફથી ચૂંટણી જંગ લડવામાં આવશે. તેમજ સ્‍થાનીક સામાજીક સંગઠનોના આગેવાનો પણ સુશાસન અને શહેરના વિગતના હિતને નજર સમક્ષ રાખીને આ ચૂંટણીમાં ભાગ લેવાનું વિચારી રહેલ છે.

ધ્રોલ ખાતે કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા ભાગે તરફથી હાથ ધરવામાં આવેલ છે. ત્‍યારથી શહેર તેમજ તાલુકામાં જુના ભાજપ અને નવા ભાજપના કાર્યકરો તરીકે ઓળખ કરવામાં આવે છે. તેમજ વર્ષોથી ભાજપને સમક્ષીત કાયર્કરોને ઘણાં જ સમયથી આ નવા ભાજપના કાર્યકરો દ્વારા એવોઈડ કરવામાં આવે છે. તેમજ આ અંગે જીલ્લા તથા પ્રદેશ સંગઠનના આગેવાનોને જાણ થતાં કોઈ જ કાર્યવાહી થયેલ નથી.

આગામી નગરપાલીકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં ભળી ગયેલા કાર્યકરોનો ઉમેદવારોની પસંદગીમાં. તેમની ભૂમિકા કેટલી સફળ રહેશે તે જોવાનું રહેશે. રાજકીય પક્ષો તરફથી છેલ્લા છ એક માસથી અતરગ્રાઉન્‍ડ કામગીરી ચાલી રહેલ હોવાનું જાણવા મળેલ છે.

આગામી આ ચૂંટણીમાં સતાવારી ભાજપને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શીરદર્દ સમી રહેશે. આ નગરપાલીકાની ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના સ્‍થાનીક ધારાસભ્‍ય તથા કેબીનેટ મંત્રીશ્રીનું ધ્રોલ હોમગ્રાઉન્‍ડ છે. ત્‍યારે અન્‍ય રાજકીય પક્ષોએ ચોટીનું જોર લગાડવાથી તૈયારી સાથે જ ચૂંટણીમાં ઝંપ લાવવું યોગ્‍ય રહેશે.

(1:31 PM IST)