News of Thursday, 23rd January 2025
જેતપુરમાં પત્નિને પતાવી દઇ પતિ પોલીસના શરણે
ગૃહકંકાસમાં શબનમબેનને પતિ ફિરોજે ધોકો ફટકારી મોતને ઘાટ ઉતારી દઇ પોલીસમાં હાજર થઇ ગયો

તસ્વીરમાં પતિના હાથે મોતને ભેટેલ પત્નિનો મૃતદેહ અને ઘટના સ્થળ લોકોના ટોળા નજરે પડે છે ઇન્સટ તસ્વીર મૃતક શબનમબેનની છે (તસ્વીર : કેતન ઓઝા : જેતપુર)
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૨૩: શહેરના બળદેવ ધાર વિસ્તારમાં ગતરાત્રિના પતિએ ગૃહકંકાસમાં પત્નિને માથામાં લાકડાના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દઇ પોલીસમાં હાજર થઇ જતા પોલીસે પતિને સંકજામાં લઇ પૂછપરછ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અત્રેના બળદેવ ધાર વિસ્તારમાં રહેતો ફિરોજ હારુનભાઈ મડમે ગતરાત્રિના તેની પત્ની શબનમબેન સાથે ઝઘડો થતાં માથામાં લાકડાના ઘા જીકી મોતને ઘાટ ઉતારી પોતે ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થઈ ગયેલ પોલીસે તેમના ઘેર જઈ શબનમબેનના મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડેલ.
આ બનાવ અંગે ઉદ્યોગ નગર પીઆઇ એમ.એમ. ઠાકોરે જણાવેલ કે શબનમબેન ત્રણેક મહિના પૂર્વે અન્ય સાથે ભાગી ગયેલ હોય જે અંગેની ફરિયાદ ફિરોજભાઈએ પોલીસમાં નોંધાવેલ બાદ એક મહિના પૂર્વે શબનમબેનને પોલીસની મધ્યસ્થી થી ફિરોજે પરત સ્વીકારેલ બાદ ઘર કંકાસ ચાલતો હોય જેથી ગતરાત્રિના ઝઘડો થતાં આવેશમાં આવી જઈ ફિરોજે શબનમબેનને લાકડાના ધોકા વડે જીવણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધેલ અને પોતે પોલીસમાં હાજર થઇ ગયો હતો.
ઉદ્યોગનગર પોલીસે પતિ ફિરોઝને સંકજામાં લઇ ગુન્હો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે. આ બનાવે જેતપુર પંથકમાં ભારે ચર્ચા જગાડી છે.
(1:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
