<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

સાવરકુંડલા : વૃંદાવન ગૌસેવા ટ્રસ્‍ટ દ્વારા ર જીવદયાપ્રેમીઓનું સન્‍માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા., ર૩:  મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતા પક્ષીઓ અને પ્રાણીઓના નુકસાનને રોકવા માટે વળંદાવન ગૌસેવા ટ્રસ્‍ટ એનિમલ હેલ્‍પલાઇન અમરેલી દ્વારા શરૂ કરવાર્માં આવેલા અભિયાનને જનતાનો ભારે ઉત્‍સાહ મળ્‍યો છે.  અગાસીઓ અને રસ્‍તાઓ પર પડેલા ર્ંદોરા એકત્રિત કરવાની વળંદાવન ગૌસેવા ટ્રસ્‍ટ દ્વારા અપીલ કરવાર્માં આવી હતી. આ અપીલને સાંભળીને શહેરના અનેક જીવદયા પ્રેમીઓએ આગળ આવીને પોતાનો ફાળો આપ્‍યો છે.

ર્ંપોલીસ સ્‍ટાફ અને ફોરેસ્‍ટ સ્‍ટાફના સહયોગથી જીવદયા પ્રેમીઓએ નદીઓ અને શહેરની શેરીઓમાંથી  પતંગના દોરા એકત્રિત કર્યા છે. વળંદાવન ગૌસેવા ટ્રસ્‍ટના કરુણા  અભિયાન  સંયોજક ની તેજસ ભાઈ નિમાવર્ર્તંએ જણાવ્‍યું હતું કે, ર્ંઆ અભિયાનને મળેલો જનતાનો પ્રતિસાદ ખૂબ જ ઉત્‍સાહવર્ધક છે. આપણે સૌએ મળીને પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા માટે આવા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ. હું આ અભિયાનમાં સહભાગી થનાર દરેક વ્‍યક્‍તિનો આભાર માનું છું. સમગ્ર ર્ંકરુણા અભિયાન ૨૦૨૫ નું સફળ આયોજન પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ ચુડાસમા વળંદાવન ગૌ સેવા ટ્રર્સ્‍ટં તમામ નો આભાર વ્‍યક્‍ત કરે છે.

(1:34 PM IST)