તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
પોરબંદરમાં કરોડોનું ફુલેકુ ફેરવીને નાસી જનાર મુખ્ય આરોપીને પોલીસે પ્રયાગરાજમાંથી ઝડપી લીધો
આરોપીને મદદગારી કરનાર બ્યુટી પાર્લર ચલાવતી પત્ની હજુ ફરારઃ પુત્ર અગાઉ પકડાતા જેલ હવાલે મંડળી ચલાવનાર આરોપીએ લોકોને રોકાણ કરીને આકર્ષક રોકાણ કરીને આકર્ષક વળતરની લાલચ આપીને ૬ કરોડનું ફુલેકુ ફેરવી ભાગી ગયો હતો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૩: જલારામ ક્રેડીટ સરકારી મંડળીમાં લોકોને રોકાણ કરાવી આકર્ષક વળતરની લાલચ આપીને ૬ કરોડ ઉધરાવીને રકમ પરત નહી આપીને નાસી ગયેલ મુખ્ય સુત્રધાર આરોપી સંજય વિનોદરાય દાવડાને પોલીસ પ્રયાગરાજ (યુ.પી.૩ માંથી પકડીને પોરબંદરમાં લઇ આવેલ છે.
આરોપી સંજયની પત્ની સપના બ્યુટીપાર્લર ચલાવે છે અને કરોડોના ફુલેકાબાદ સપના નાસી ગયેલ છે જે હજુ હાથ આવેલ નથી. આરોપી સંજયનો પુત્ર મનનને અગાઉ પોલીસે પકડી લીધો હતો અને મનન હાલ જેલમાં છે.
કમલાબાગ પો.સ્ટે.ના ૩૧૬(૫). ૩૧૮(૪), ૬૧(૨) તથા GPID એક્ટની ક.૩ તથા ધી બેનીંગ ઓફ અન રેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ એક્ટ ૨૦૧૯ની કલમ ૨૧, ૨૩ મુજબનો ગુન્હો ના રોજ રજી. થયેલ છે જેમાં ે પોરબંદર વિસ્તારના ૬૫૦ જેટલા થાપણદારોએ અંદાજીત રૂપીયા દસ કરોડ જેટલી રકમ જલારામ કે.કો.ઓ.સો.માં રોકાણ કરેલ હોય જે રકમ થાપણદારોને પરત નહિ ચુકવતા આરોપી (૧) સંજયભાઈ વિનોદરાય દાવડા (૨) સપના વિનોદરાય દાવડા (૩) મનન સંજયભાઈ દાવડા રહે. તમામ કડીયા પ્લોટ, પોરબંદરવાળાઓ વિરૂધ્ધ ગુન્હો રજી. થતા આ કામની તપાસ મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગનાઓને સોપવામાં આવેલ હતી.
આરોપીઓને શોધી કાઢવા માટે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી સાહિત્યા વી સાહેબનાઓએ ટીમની રચના કરી આરોપીને શોધી કાઢવા માટે તમામ સોર્સથી પ્રયત્નો કરતા જણાવતા આ કામના આરોપી મુખ્ય સુત્રધાર સંજય વિનોદરાય દાવડા હાલ પ્રયાગરાજ(યુ.પી.) ખાતે હોવાની ચોક્કસ બાતમીે મળતા જે આધારપ્રયાગરાજ ખાતે જતા સંજય આરોપી મળી આવ્યો હતો. ે કરોડોનું ફુલેકુ ફેરવી જનાર આરોપીને પકડવાની કામગીરી કરનાર અધિકારી/કર્મચારી મદદનીશ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર વિભાગની ટીમના પોલીસ સબ ઇન્સ. જે.એલ.જાડેજા તથા પો.કોન્સ. વિજયભાઈ ખીમાભાઈ તથા લખમણ પરબતભાઇ તથા રાજાભાઈ લખમણભાઇ મોરી તથા લખુ નેભાભાઇ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
