તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd January 2025
ટંકારાના હનીટ્રેપ-અપહરણ પ્રકરણમાં ટીપ આપનાર રણછોડ રબારીને પો.લીસે ઝડપી લીધો
હરીપરના કારખાનેદાર પાસેથી પલાખ પડાવનાર મહિલા સહિત પ ને અગાઉ પોલીસે દબોચી લીધા'તા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા. ર૩ : ટંકારા તાલુકાના હરીપર ગામના ઇસમને હનીટ્રેપમાં ફસાવી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી અપહરણ કરી મારમારી રૂપિયા પ લાખ બળજબરીથી કઢાવી લેનાર ગેંગના મુખ્ય ટીપ આપનાર આરોપી ટંકારા પોલીસે ઝડપી લીધો હતો.
મળતી વિગતો મુજબ હરીપર ગામના ફરીયાદીના મોબાઇલ ફોનમાં અગાઉ એક અજાણ્યા નંબર પરથી કોલ આવતા તેસ્ત્રી દેવુબેન ઉર્ફે પુજાબેનના સંપર્કમાં આવેલા અને તે પુજા સાથે પરીચય કેળવી તા. ૧૭/૦૧ ના રોજ પૂજાને કારમાં મળવા ગયેલા ત્યારે છતર ગામ નજીક એક સ્વીફટ કારમાં (૧) સંજય પટેલ (ર) હાર્દિક મકવાણા (૩) રૂત્વીક રાઠોડ તેમજ બીજા મળી કુલ પાંચ ઇસમો આવી ફરીયાદીનું અપહરણ કરી, મારમારી બળાત્કારના કેશમાં ફસાવી દેવાની ધાકધમકી આપી કુલ રૂા. પ લાખ હનીટ્રેપ કરી પડાવી લીધેલ હોવાની ફરીયાદીએ તા. ૧૯-૧ ના રોજ ટંકારા પો. સ્ટે. આવી ફરીયાદ જાહેર કરતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનાની તપાસ દરમ્યાન અગાઉ ચાર આરોપીઓને ગુનામાં વપરાયેલ સ્વીફટ કાર તેમજ રોકડા રૂપિયા અન્ય મુદ્દામાલ સહિત કુલ કિ. રૂ. ૮,રપ,પ૦૦ ના મુદ્દામાલ સાથે અટક કરવામાં આવેલ હતા.
ગુનામાં ફરીયાદીના મોબાઇલ નંબરસ્ત્રી આરોપીને આપી હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવનાર મુખ્ય ટીપ આપનાર તરીકે રણછોડ ભીખાભાઇ રબારી રહે. હાલ રતનપર તા. રાજકોટ મુળ ગામ સજનપર તા. ટંકારા, જી. મોરબી વાળાનુ નામ ખુલવા પામેલ હોય જે ટીપ આપનાર આરોપીને પકડી પાડી પુછપરછ કરી અન્ય આરોપીઓને પકડી પાડવા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કાર્યવાહી ટંકારાના પોલીસ ઇન્સપેકટર કે.એમ. છાસીયા, પીએસઆઇ વાય.એસ. પરમાર, એએસઆઇ જીતેન્દ્રભાઇ પટેલ, ભાવેશભાઇ વરમોરા એચસી જયપાલસિંહ જાડેજા, દશરથસિંહચાવડા પીસી કૌશીકકુમાર પેઢડીયા , રવિરાજસિંહ જાડેજા, પંકજભા ગુઢડા, તેજાભાઇ ગરચર, કૃષ્ણરાજસિંહ ઝાલા, નીજુબેન સેજલીયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.
(1:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
