<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

દોડ પરીક્ષા પુરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયેલ ઉનાના મૌલિક બારીયાનુ હાર્ટ એટેકના કારણે મોત

જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનું હૃદય રોગના હુમલાથી મોત થતા અરેરાટી

વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૩ : જૂનાગઢ જિલ્લામાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીનું  હૃદય રોગના હુમલાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે

     પ્રાપ્ત માહિતી મુજબ ગીર સોમનાથ જિલ્લાના મૂળ ઉનાના રહેવાસી મૌલીક બારીયા નામના વિદ્યાર્થી આજે પોલીસ દોડની પરીક્ષા માટે જૂનાગઢ આવેલ હતો

       દોડ પરીક્ષા સવારે પુરી કર્યા બાદ પોતાના મિત્રના ઘરે ગયેલ જયાં  હાર્ટ એટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

     હાલ ડેડ બોડીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પી એમ માટે લઇ જવાઈ છે.( તસવીર: મુકેશ વાઘેલા -જુનાગઢ)

(2:22 PM IST)