<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd January 2025

સમગ્ર રાજ્યમાં ખળભળાટ સર્જનાર નલિયા સામૂહિક દુષ્કર્મકાંડનો ચુકાદો: તમામ ૮ આરોપીઓ નિર્દોષ જાહેર

૮ વર્ષ પૂર્વે રાજકીય અને સામાજિક આગેવાનોને સાંકળતો ચકચારી કેસ : ગુજરાત સરકારે તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : નલિયા કાંડ તરીકે કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર સર્જનાર સામૂહિક દુષ્કર્મ કાંડનો ચુકાદો આજે જાહેર થયો છે.   હજી ચુકાદાની નકલ અને વધુ માહિતી હવે આવશે. પરંતુ અત્યારે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર વર્ષ ૨૦૧૭ના આ ચકચારી કેસમાં ભુજ સેશન્સ કૉર્ટ દ્વારા તમામ ૮ આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. ભાજપના નેતાઓને સાંકળતા આ કેસે ભારે ચકચાર સર્જી હતી. પોલીસ તપાસ અને મીડિયા અહેવાલો સાથે ચર્ચાનું કેન્દ્ર બનેલ આ કેસમાં ગુજરાત સરકારે તપાસ માટે સ્પે. ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. આ ઉપરાંત કોર્ટમાં કેસની ટ્રાયલ માટે રાજ્ય સરકારે ખાસ સરકારી વકીલની પણ નિમણૂક કરી હતી. જોકે, આ કેસની મહત્વની સાક્ષી એવી ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઈ હતી.


 

(2:23 PM IST)