<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

જોડિયા ગીતા વિદ્યાલયમાં અખંડ શ્રી રામ ચરિત માનસની ચોપાઇના અનુષ્‍ઠાનનો ૩૩માં વર્ષમાં પ્રવેશઃ બે દિવસ હોમાત્‍મક યજ્ઞ

વાંકાનેર તા.૨૪ જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ પરમ પૂજ્‍યશ્રી વિરાગમુનિજી સ્‍થાપિત શ્રી રામ કળષ્‍ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિદ્યાલય ‘‘માનસ મંદિર '' ખાતે પ પૂજ્‍યશ્રી મોરારીબાપુના શુભઆશિષ તેમજ ગીતા વિધાલયના સંસ્‍થાપક પ. પૂજ્‍યશ્રી વિરાગમુનીજીની શુભ પ્રેરણાથી આ પાવન તપોભૂમિમાં એવમ વિશ્વ કલ્‍યાણ હરી પ્રસ્‍તાથે તારીખ : ૨૯ / ૧ / ૧૯૯૩ ના રોજ પૂજ્‍યશ્રી વિરાગમુનિજીએ અંખડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલ જે ૧૯૯૩ થી અવિરત ચોવીસ કલાક સૌ સાધક ભાવિક ભાઈઓ, બહેનો તથા ગીતા વિધાલયના બાળકો રામ ચરિતમાનસની ચોપાઈનું ગાન કરીને આ કલિયુગ પર્વમાં તન, મનને શાંતિ મેળવી ધન્‍યતા અનુભવી રહયા છે ( ૩૩ માં વર્ષમાં ) મંગલ પ્રવેશ નિમિતે તારીખ : ૨૮/૧/૨૫ ના રોજ સવારે ૬ : ૦૦ ક્‍લાકે અંખડ શ્રી રામાયણજીની ચોપાઈના પાઠ, અનુષ્ઠાનનો હોમાત્‍મકયજ્ઞનો મંગલ પ્રારંભ થશે અને તારીખ :૨૯/૧/૨૫ ના બુધવારના રોજ સાંજે યજ્ઞની પુર્ણાહુતી થશે શ્રી રામ ચરિત માનસના અંખડ હોમાત્‍મક યજ્ઞમા શ્રી ગીતા વિધાલય પરિવારના સૌ સાધક ભાવિક, ભક્‍તજનો, ગીતા વિદ્યાલયના બાળકો ભાગ લેશે સર્વે સાધક ભાવિક ભક્‍તજનોને લાભ લેવા શ્રી ગીતા વિદ્યાલય પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે

(11:24 AM IST)