તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સગાઈ તોડયા બાદ અંગત ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી મંગેતર સાથે દુષ્કર્મ આચર્યું
કચ્છના આદિપુરનો આંખ ઉઘાડતો કિસ્સો, લગ્ન પૂર્વે સગાઈ દરમ્યાન લેવાતી છૂટછાટ મુશ્કેલી સર્જી શકે છે

(ભુજ) તા.ર૪: કચ્છના આદિપુર પોલીસ સ્ટેશને નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદ આજના યુવા વર્ગ માટે લાલબત્તી સમાન છે. ફરિયાદીએ પોતાની બેનએ તેના મંગેતર યુવાન સાથેની સગાઈ તોડ્યા બાદ એ મંગેતર યુવાને ફરિયાદીની બેન સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાની પોલીસ ને રાવ આપી છે.
આરોપી દિવ્યરાજસિંહ રણજીતસિંહ જાડેજા (હટડી, ભદ્રેશ્વર, મુન્દ્રા) સામે કરાયેલી ફરિયાદમાં આ યુવાન સાથે ફરિયાદીની બેનની સગાઈ થઈ હોવાનું જણાવી બાદમાં આરોપી યુવાનના અન્ય યુવતીઓ સાથે લફરા હોવાની જાણ થતા જ તેની બેન દ્વારા સગાઈ તોડી નખાઈ હતી. પરંતુ એ બાદ આરોપી યુવાને યુવતીના ઘેર ઘસી આવી એકલતાનો લાભ લઈ તેના અંગત પળોના ફોટા, વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આમ વારંવાર ધાકધમકી સાથે આ રીતના દુષ્કળત્ય કરવાની કોશિશથી કંટાળી પોલીસ ફરિયાદ કરાઈ છે
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
