<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

ધુનડામાં બુધવારે ભંડા.રો

સતમણીમાના દેહવિલય અને દિવ્‍ય ચેતનાની ઉપાસના અર્થે મહાપ્રસાદ, વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

રાજકોટ, તા. ર૪ :  સત પરિવારના સ્‍થાપક અવતારી પુરુષ હરીરામ બાપા ના ધર્મપત્‍ની  અને પુરણધામ આશ્રમ ઘુનેશ્વરના મોભીએ જગત જનની જગદંબા મણીમા મકરસંક્રાંતિની સંધ્‍યાએ અનંતની વાટ પકડતા સતપરિવાર માં ઘેરો શોકની લાગણી છવાઈ  છે. તેમની પાલખી યાત્રામાં હજારો પરિવારો જોડાયા હતા ૅસત મણીમાની જય જય હોૅ ના જય કાર સાથે પુરણધામ ગુંજી ઉઠ્‍યું હતું. તેઓની ઉપાસના અર્થે તા. ર૯ બુધવારે ધુનડા ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું છે.

સત મણીમાના દેહ વિલય અને દિવ્‍ય ચેતનાની ઉપાસના અર્થે  ગુરુ ગુણ ગાવા, મહાપ્રસાદ ગ્રહણ કરવા તેમજ અરસપરસ દર્શનનો ભક્‍તિ સભર લ્‍હાવો લેવા  તા.૨૯ ને બુધવારનેસવારે ૧૦ થી ર કલાકે પુરણધામ ,ઘૂનેશ્વર ઘૂનડા (તા.જામજોધપુર) ખાતે રાખેલ છે તો જોષી પરિવાર દ્વારા  ધર્મે પ્રેમીઓને પૂર્ણ ભક્‍તિભાવ સાથે નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. 

 જાન્‍યુઆરી ના પ્રથમ અઠવાડિયામાં જ જગદંબા સ્‍વરૂપ ૧૦૦ વર્ષ પૂર્ણ થતા હજારો સેવકો ને આસ્‍થા ભેરે ઉમટી પડ્‍યા હતા. અને મણીમાની શતાબ્‍દી મહોત્‍સવને ઉજવણી કરવામાં આવી હતી હજારો સેવકોને આશીર્વાદ આપ્‍યા હતા. આ અવતારી સ્‍વરૂપ જોટા એ દેહરૂપી વિદાય લઈને ભક્‍તો માં દુઃખની લાગણી છે

(11:32 AM IST)