તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
વાંકાનેર પાલિકાના મધ્યસત્ર ચૂંટણીમાં કોંગ્રેસ તમામ વોર્ડમાં ચૂંટણી લડશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૪: વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસત્ર ચુંટણીમાં કોંગ્રેસ પક્ષ વોર્ડ નં. ૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે મોરબી જીલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલીયા વાંકાનેર નગરપાલિકાના ચુંટણી પ્રભારી દિનેશભાઇ મકવાણા-કન્વીનર ગુજરાત ચુવાડીયા કોળી સમાજના ગુજરાત પ્રદેશના મહામંત્રીશ્રીએ એક પ્રેસ યાદીમાં જણાવેલ કે વાંકાનેર નગરપાલિકાની ચુંટણીમાં તમામ વોર્ડમાં પોતાના ઉમેદવારો ઉભા રાખી અને કોંગ્રેસને મજબુત બનાવી ‘‘સુપર સીટ'' નગરપાલિકા વાંકાનેરના કારણો લોકો સમક્ષ મુકશે અને ભુતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના પર્દાફાસ કરશે અને પોતાના ઉમેદવારને જીતાડવા આજથી શ્રી ગણેશ કરેલ છે અને વોર્ડ નં. ૧ થી ૭ સુધીના કોંગ્રેસ પક્ષને માનતા કાર્યકરોએ ઉપરોકત પ્રભારીનો સંપર્ક કરવા એક અખબારી પ્રેસ યાદીમાં વાંકાનેર શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ અંબાલિયા યાદીમાં જણાવેલ છે.
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
