<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th January 2025

૨૫ જાન્‍યુઆરી રાષ્‍ટ્રીય મતદાતા દિવસ

ગીર-સોમનાથ ધરાવે છે-માત્ર એક મતદારનું પણ મતદાન મથક

પ્રભાસપાટણ, તા.૨૪: (મીનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા)  સમગ્ર ભારત ૨૫ જાન્‍યુઆરીના રોજ રાષ્‍ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવે છે ત્‍યારે ગીર-સોમનાથ જીલ્લામાં બાણેજ ખાતે માત્ર એક જ મતદાર માટે દરેક ચૂંટણીએ મતદાન કેંન્‍દ્ર બનાવવામાં આવે છે. અને મતદાન તે સ્‍થળે થાય છે. અને એક મતદાર માટે આઠ માણસોની ચૂંટણી સ્‍ટાફ સવારથી ચૂંટણી સમયપૂર્ણ થાય ત્‍યાં સુધી તે સ્‍થળે જ રહે છે. ભારત ચૂંટણી પંચની સ્‍થાપના ૧૯૫૦ની ૨૫ મી  જાન્‍યુઆરીએ થઇ અને લોકશાહી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો.વર્ષ ૨૦૧૦માં કેપ્‍ટન ચાંદ નામના એક મતદારે ચૂંટણી પંચની સ્‍થાપનાના દિવસને ‘‘ રાષ્‍ટ્રીય મતદાતા'' દિવસ તરીકે ઉજવવા સૂચન કર્યુ.જે પંચે સ્‍વીકાર્યુ અને વર્ષ ૨૦૧૧ થી ૨૫ જાન્‍યુઆરી ‘‘ રાષ્‍ટ્રીય મતદાતા'' દિવસ તરીકે ઉજવાય છે.વર્ષ ૨૦૧૧ માં પ્રથમ રાષ્‍ટ્રીય મતદાતા દિવસ તત્‍કાલીન મુખ્‍ય ચૂંટણી કમીશ્‍નર એસ. વાય કુરેશીના નેતૃત્‍વમાં ઉજવાયો હતો.આ દિવસ ઉજવવાનો ઉદેશ્‍ય મતદારોને પ્રોત્‍સાહિત-સન્‍માન-જાગૃત કરવાનો છે. સોમનાથ-પ્રભાસપાટણ અને જૂનાગઢે ભારત દેશમાં ચૂંટણી પ્રથા અમલ શરૂ થાય તે પહેલા સોૈથી પહેલા ભારત સંઘમાં જોડવાનું મતદાન કરેલુ હતું. આપણો મત જ આપણું ભવિષ્‍ય છે અને એક એક મત કિંમતી અને આપવો અધિકાર છે. દેશ-વિશ્વ-નગરપાલિકા-રાજય-વિધાનસભા-લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ મતને. કારણે હારજીત થવાના અનેકો દાખલા છે.  ૧૯૯૯ માં બાજપાઇ સરકારને એક પક્ષે ટેકો પાછો ખેંચતા અને જેને કારણે અવિશ્વાસ દરખાસ્‍ત ઉપર મતદાન થયું જેમાં સત્તાપક્ષને  ૨૬૯ અને વિરોધપક્ષને ૨૭૦ મત મળતા ભારતના તત્‍કાલીન વડાપ્રધાન બાજપાઇએ વડાપ્રધાનપક્ષે રાજીનામુ આપ્‍યુ હતું. આ છે એક મતની તાકાત

(11:37 AM IST)