તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
સાંજે દીવ પાસેના અહેમદપુર માંડવીમાં ત્રિ-દિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ
આજે રાત્રે બોલીવુડ સીંગર અનુપ શંકર, કાલે પવનદીપ અને રવિવારે રાજભા ગઢવીની જમાવટ : જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ પૂર્વ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું: રંગારંગ સંસ્કૃતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણી-પીણીના સ્ટોલ

ગીર સોમનાથ તા.૨૪: ગીર સોમનાથ જિલ્લાના દીવને અડીને આવેલો અહેમદપુર માંડવી બીચ અદભુત અને રમણીય દરિયા કિનારો ધરાવે છે.
આ દરિયા કિનારો વિકસિત થાય અને પ્રવાસીઓને ફરવા માટેનું નવું સ્થળ ઊભું થાય તે પ્રકારની ક્ષમતાઓ ધરાવે છે, ત્યારે તે માટે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે સાંજથી ત્રણ દિવસ માટે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ બીચની મુલાકાત લઈને વિવિધ તૈયારીઓનું પૂર્વ નિરીક્ષણ કર્યું હતું.
આ અવસરે રંગારંગ સંસ્કળતિ પ્રસ્તુતિઓ, વિવિધ થીમ પેવેલિયન, ખાણીપીણીના સ્ટોર પણ ઊભા કરવામાં આવનાર છે. આ રીતે બીચના વિકાસ સાથે સંસ્કળતિ અને મનોરંજન સંગાથે લોકોના આનંદ પ્રમોદ મળે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
કલેકટરની આ મુલાકાત વેળાએ અધિક જિલ્લા કલેક્ટર રાજેશ આલ, જિલ્લાના અધિકારીઓ-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.
તા.૨૪ થી ૨૬-જાન્યુઆરી ૨૦૨૫ દરમ્યાન અહેમદપુર માંડવી બીચ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને જિલ્લા વહિવટી તંત્ર, ગીર સોમનાથના સંયુકત ઉપક્રમે ભવ્ય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. જે બીચ ફેસ્ટિવલમાં મુખ્ય આકર્ષણ કેન્દ્ર તરીકે પ્રસિધ્ધ બોલીવુડ ગાયક કલાકારો દ્રારા લાઈવ કોન્સર્ટ, બોટ ટેબ્લો, બીચ ગેમ્સ, કેમલ રાઈડ, હોર્સ રાઈડ, ડોલ્ફીન વોચ, પરંપરાગત વાનગી આધારીત ફુડ સ્ટોલ, સાંસ્કળતિક પરેડ કાર્યક્રમ તથા કાર્યક્રમના સમાપન દિવસે ભવ્ય આતશબાજી કાર્યક્રમ યોજાનાર છે.
આજે તા.૨૪ ના સાંજના ૦૭ થી ૧૦ ઉદઘાટન તથા પ્રસિધ્ધ બોલીવુડ સીંગર અનુપ શંકર દ્વારા લાઈવ કોન્સર્ટ, કાલે ૨૫ ને શનીવારે સાંજના ૦૭ થી ૦૯ પ્રસિધ્ધ બોલીવુડ સીંગર્સ પવનદીપ દ્વારા લાઈવ કોન્સર્ટ, સાંજના ૦૯ થી ૧૦ ટેબ્લો પ્રદર્શન યોજાશે.
તા.૨૬ ને રવિવારે સાંજના ૦૬ થી ૦૭ સાંસ્કૃતિક પરેડ કાર્યક્રમ, સાંજના ૦૭ થી ૦૯ઃ૩૦ પ્રસિધ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સાંજના ૦૯ઃ૩૦ થી આતશબાજીના રંગારંગ કાર્યક્રમ સાથે સમાપન કાર્યક્રમ યોજાશે
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
