તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th January 2025
જુનાગઢના ૧૯થી વધુ લોકો સાથે ૨.૪૩ કરોડની છેતરપિંડી આચરનાર બિલ્ડર સહિત ૩ શખ્સ ૪ દિવસનાં રિમાન્ડ પર
મનીષ કારીયાનું ટ્રેડિંગનું કામ સંભાળતી મહિલાની પણ ગુનામાં સંડોવણી ખુલી

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૨૪: જુનાગઢમાં ૧૯થી વધુ લોકો સાથે રૂપિયા ૨.૪૩ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતના કેસમાં પોલીસે બિલ્ડર મનીષ મોહન કારીયા, કહેકશા નામની મહિલા અને સંજય ઉર્ફે સંજુ મકન ભંડારીને ૪ દિવસનાં રિમાન્ડ મેળવી પૂછપરછ સાથે તપાસ હાથ ધરી છે. લોકોને મકાન બનાવી આપવાનું કહી જૂનાગઢમાં ચોબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢી દ્વારા રૂપિયા ૨.૪૩ કરોડ ઓળવી જઈ છેતરપિંડી તથા વિશ્વાસઘાતના ગુનામાં મનીષ અને સંજય મકન ભંડારીની સાથે કોટાથી હસ્તગત કરાયેલ મહિલા કહેકશા અબ્દુલગફુર ખાનની પણ સંડોવણી ખુલતા મનીષ તથા સંજયની સાથે મહિલાની પણ પોલીસે ધરપકડ કરી હતી.
ત્રણેય આરોપીને ગુરુવારે સાંજે તપાસનીશ પીઆઈ પી. સી. સરવૈયાએ ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે કોર્ટે આગામી તા. ૨૭ જાન્યુઆરી સવારના ૧૧ વાગ્યા સુધી ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેના પગલે તપાસનીશ પીઆઈ પીસી સરવૈયાએ વધુ પૂછપરછ, તપાસનો દોર આગળ વધાર્યો છે.
દરમિયાન ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, મનીષ અને સંજય ટેકનોલોજીના હોય પોતાના મોબાઈલ ફોન વેચી દીધા હતા. અને સીમકાર્ડ પણ બંધ કરી દીધા હતા પોલીસે તપાસ કરતા અન્ય પાસેથી મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસની જુદી જુદી ટીમે દક્ષિણ ભારત, ગોવા વગેરે ખાતે તપાસ કરી હતી.
દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમ મનીષ, સંજય અને કહેકશા અબ્દુલ ગફારખાનને બુધવારે રાજસ્થાનના કોટા ખાતેથી હસ્તગત કરી જુનાગઢ લાવી હતી. મહિલા મનીષનું શેરબજાર ટ્રેડિંગનું કામ સંભાળતી હતી. ગુનાહિત કાવતરામાં તેની પણ સંડોવણી ખુલતા તેણીની પણ ધરપકડ કરી ત્રણેયને રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લોકો પાસેથી પડાવેલા રૂપિયા ૨.૪૩ કરોડનું મનીશે FOP (ફયુચર ઓફ ઓપશન)માં રોકાણ કરી નાણા ગુમાવી દીધા હતા જોકે મુદ્દામાલ કઈ રીતે રિકવર થાય તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
