News of Friday, 24th January 2025
પોરબંદર જિલ્લાના ખેડૂતોએ પી.એમ. કિશાન યોજનાનો લાભ લેવા ૩૧ જાન્યુઆરી પહેલા રજીસ્ટ્રેશન કરાવવું
પીએમ-કિશાન યોજનાના ૨૮૭૪૮ લાભાર્થીઓએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું

પોરબંદર, તા. ૨૪ : પોરબંદરમાં ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી.માં PM-KISAN યોજનાના ૬૦,૧૨૩ લાભાર્થીઓ પૈકી ૨૮,૭૪૮ લાભાર્થીઓ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ જાન્યુઆરી ૨૦૨૫ પહેલા નોંધણી કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી પોરબંદર દ્વારા અનુરોધ કરાયો છે.
ભારત અને ગુજરાત સરકારશ્રીના સંયુકત પ્રયાસ થકી રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. આ નોંધણી વન ઇન લાઈફ ટાઈમ (જીવન પર્યંત એક જ વાર) કરાવવાની રહે છે. જે માટે રાજ્યમાં તા.૧૫ ઓક્ટોમ્બર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ છે.
પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ભારત સરકાર દ્વારા ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. આજ દિન સુધી પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકામાં ૧૩,૯૧૯, રાણાવાવ તાલુકામાં ૫,૭૬૧ અને કુતિયાણા તાલુકામાં ૯૦૬૮, ખેડૂતોએ એમ મળીને સમગ્ર જીલ્લામાં કુલ ૨૮૭૪૮ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ખેડૂતને નોંધણી કરાવવા ગ્રામ પંચાયત ખાતે ઈ-ધરા કેન્દ્ર પર સ્ઘ્ચ્ (કમ્પ્યુટર ઓપરેટર) મારફત કરી શકાશે, ખેડૂત ખાતેદાર પોતાની જાતે https://gifr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પોતાની ખેડૂત નોંધણી કરી શકશે. તેમ યાદીમાં જણાવાયું છે
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
