News of Friday, 24th January 2025
આર્યવીર દળ ટંકારા દ્વારા પ્રજાસતાક પર્વની પૂર્વ સંધ્યાએ અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશભક્તિ ગીત સ્પર્ધા
પ્રથમ રાઉન્ડમાં ટંકારા તાલુકાના ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો જેમાંથી 16 સ્પર્ધકોની ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી

ટંકારા : સ્વતંત્રતાના પ્રથમ ઉદ્ઘોષક, મહાન સમાજ સુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીના ક્રાંતિકારી વિચારોને વાચા આપવા આર્ય સમાજ (ત્રણ હાટડી) ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 41 વર્ષથી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન થાય છે. આ વર્ષે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે 76 માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તા. 25/01/2025 ને શનિવાર ના રોજ મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારા ખાતે દેશભક્તિ ગીત સ્પર્ધાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે.
પ્રથમ રાઉન્ડમાં ટંકારા તાલુકાના ઘણા બધા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી 16 સ્પર્ધકોની ફાઇનલ રાઉન્ડ માટે પસંદગી કરવામાં આવી છે. આ વર્ષે સ્પર્ધાના નિર્ણાયક તરીકે ડો. હેમંતભાઈ જોષી, રજનીકાંતભાઈ મોરસાણીયા તથા કાર્યક્રમના સંચાલકની ભૂમિકામાં ભરતભાઈ વડઘાસિયા ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આર્યવીર દળ ટંકારાની ઓફિસિયલ YouTube ચેનલ 'Aryaveer Dal Tankara' પર રાત્રે 8:30થી શરૂ થશે.
તમે તમારા મનપસંદ સ્પર્ધકને વોટ આપી શકો છો. વોટીંગ લાઈન રાત્રે 8:30 કલાકે શરૂ થશે અને સ્પર્ધા પૂર્ણ થયે બંધ થશે.
આર્ય સમાજ ટંકારા અને આર્યવીર દળ ટંકારા આ ભવ્ય કાર્યક્રમમાં પધારવા અને અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા આપને ભાવભર્યું નિમંત્રણ પાઠવે છે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
