<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

મોરબીની વાવડી ચોકડી પાસે બોલેરોમાં કતલખાને ધકેલાતા અબોલ જીવને બચાવી લેવાયા

પ્રવિણ વ્‍યાસ દ્વારા મોરબી તા.૨૫: વહેલી સવારે મોરબી શનાળા બાયપાસ પાસેથી બોલેરો પીકઅપમાં બે અબોલ જીવોને કતલખાને લઇ જવાતા હોવાની બાતમી મળતા ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને વાવડી ચોકડી પાસેથી બોલેરો પીકઅપ ગાડીને રોકાવીને ચેક કરતા બે ભેંસ મળી આવી હતી જેથી બોલેરો અને અબોલ જીવ સહિતનો મુદામાલ એ ડીવીઝન પોલીસ મથકને સોપી દીધો હતો.

જે કામગીરીમાં ગૌરક્ષક ટીમના કમલેશભાઈ બોરીચા, ચેતનભાઈ પાટડીયા, વૈભવભાઈ પટેલ, મનીષભાઈ કણઝારીયા, પાર્થભાઈ નેસડીયા, વિશાલભાઈ ગાંગાણી, મિત ગોહિલ, લાલભાઈ, યસ વાઘેલા, હિતરાજસિંહ, જેકી ભાઈ આહીર, નીલેશભાઈ ડાંગર, સહિતના જોડાયા હતા.

(11:02 AM IST)