તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th January 2025
પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કચ્છમાં છવાયો શૂરવીરતાનો માહોલ : આર્મી દ્વારા આધુનિક હથિયારોનું પ્રદર્શન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૫: ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ સંધ્યાએ આર્મી દ્વારા બે દિવસ માટે કચ્છના લોકો માટે આધુનિક હથિયારોનું પ્રદર્શન યોજાયું છે. ભુજના સ્મળતિવન મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમ ખાતે ગઈકાલે તા. ૨૪ના ખુલ્લું મૂકાયેલ વિવિધ શષાોનું આ પ્રદર્શન આજે ૨૫ જાન્યુઆરીના લોકો નિહાળી શકશે. સવારે ૯.૦૦ કલાકથી સાંજના ૫.૦૦ કલાક સુધી મુલાકાતીઓ વિવિધ હથિયારો જેવા કે, લાઈટ મશીનગન, એન્ટી-ક્રાફ્ટ મિસાઈલ, યુદ્ધમાં ઉપયોગી વિશાળ ટેન્ક વગેરે નિહાળી શકશે. આર્મીના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા નાગરિકોને વિવિધ હથિયારો વિશે રોચક માહિતી આપવામાં આવી રહી છે. આર્મી બેન્ડ દ્વારા વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી રહી છે. સ્મળતિવન પાર્કિંગ પરિસરમાં આયોજિત આ હથિયાર પ્રદર્શનની રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, બ્રિગેડિયરશ્રી સુનેન્દ્રસિંઘ એસએમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી અને ગાંધીધામ મહાનગર પાલિકા કમિશનરશ્રી મિતેષ પંડ્યા, સ્મળતિવનના ડાયરેક્ટરશ્રી મનોજ પાંડે, કર્નલશ્રી રાઠોડ, મેજરશ્રી રીનુપ તથા સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી. પ્રથમ દિવસે કચ્છની વિવિધ શાળાઓના બાળકો અને મુલાકાતીઓએ ઉત્સાહભેર પ્રદર્શનને નિહાળ્યું હતું
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
