<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

સોમનાથ મહાદેવને કાલે પ્રજાસત્તાક દિને રાષ્‍ટ્રીય ત્રિરંગાનો ભવ્‍ય-દિવ્‍ય શણગાર

સોમનાથ મહાદેવ મંદિર ધર્મ અને રાષ્‍ટ્રનો અદભૂત સમન્‍વય... આ... છે... પરંપરા સોમનાથ દાદાના પ્રાચીન જીર્ણ મંદિરે પ્રથમ વખત પ્રથમ ધજા રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવાયો હતોઃ પ્રત્‍યેક ર૬ જાન્‍યુ. ૧પ ઓગષ્‍ટે સોમનાથ મંદિર પરિસરમાં રાષ્‍ટ્રધ્‍વજવંદન-સલામી કાર્યક્રમ યોજાય છે

(મીનાશ્રી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ, તા. રપઃ વિશ્વ પ્રસિધ્‍ધ ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે ર૬ જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિને ધર્મ-ભકિત અને રાષ્‍ટ્ર ભકિતના અદ્‌ભુત સમન્‍વય આન-બાન અને શાનથી ઉજવાય છે.  ર૬ જાન્‍યુઆરીએ સંધ્‍યાએ સોમનાથ મહાદેવને રાષ્‍ટ્રધ્‍વજ ત્રિરંગાનો દિવ્‍ય શણગાર પ્રતિવર્ષ કરાય છે. અને સાંજે થતી મંદિર રોશનીના કલર આકૃતિમાં રાષ્‍ટ્રધ્‍વજના જેવા જ કલરથી રાષ્‍ટ્રધ્‍વજની અનુભૂતિ કરાવતી ઇલેકટ્રીક રંગબેરંગી સેડની રોશની કરવામાં આવે છે.  સામાન્‍ય રીતે મંદિરોમાં ભગવા ધ્‍વજ અને ધાર્મિક કાર્યક્રમ હોય છે પરંતુ કરોડો લોકોની આસ્‍થામાં અને ભારતની રાષ્‍ટ્રીય અસ્‍મિતાસમા આ મંદિર રાષ્‍ટ્રભાવના સહભાગી બને છે.

૧૩ નવેમ્‍બર ૧૯૪૭ ના રોજ તત્‍કાલીન ભારતના નાયબ વડાપ્રધાન વલ્લભભાઇ પટેલે જીર્ણ સોમનાથ પ્રાચીન મંદિરની મુલાકાત લીધી હતી ત્‍યારે તે જમાનામાં ફુલના બુકેથી સ્‍વાગત કરવાનો રીવાજ ન હતો પરંતુ લોકો રાષ્‍ટ્રધ્‍વજ લઇને તેનુ સ્‍વાગત કરવા આવ્‍યાં હતાં અને વલ્લભભાઇએ જયારે મંદિર નિર્માણનો દ્રઢ સંકલ્‍પ કર્યો ત્‍યારે તે સમયે ભગવો ધ્‍વજ હાજર ન હતો જેથી ઉત્‍સાહી જનમેદનીએ સોમનાથના જીર્ણ મંદિરના કાંગરે સ્‍વાગત માટે લાવેલ રાષ્‍ટ્રધ્‍વજને લગાડી ધર્મ-રાષ્‍ટ્રભકિત અભિવ્‍યકિત કરી.

(11:23 AM IST)